Not Set/ Birthday Special/ તારામાં સ્ટાર બનવા જેવી વાત નથી, જાણો હેમા માલિનીને કોણે કહ્યું આવું

ઘણા દાયકાઓ સુધી દર્શકોના દિલ પર રાજ કરનારી બોલિવૂડ ડ્રીમ ગર્લ હેમા માલિની આજે 71 વર્ષની થઈ ગઈ છે. બોલિવૂડમાં ‘ડ્રીમગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી હેમા માલિનીનું નામ આજે પણ બધાની જીભ પર છે. આ યુગમાં ભાગ્યે જ કોઈ હશે જે તેમને ઓળખતું ન હોય. બોલિવૂડની આ અભિનેત્રી ભારતનાટ્યમની શ્રેષ્ઠ નુત્યાંગના પણ છે. હેમા માલિનીનો જન્મ […]

Uncategorized
aamahi 4 Birthday Special/ તારામાં સ્ટાર બનવા જેવી વાત નથી, જાણો હેમા માલિનીને કોણે કહ્યું આવું

ઘણા દાયકાઓ સુધી દર્શકોના દિલ પર રાજ કરનારી બોલિવૂડ ડ્રીમ ગર્લ હેમા માલિની આજે 71 વર્ષની થઈ ગઈ છે. બોલિવૂડમાં ‘ડ્રીમગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી હેમા માલિનીનું નામ આજે પણ બધાની જીભ પર છે. આ યુગમાં ભાગ્યે જ કોઈ હશે જે તેમને ઓળખતું ન હોય. બોલિવૂડની આ અભિનેત્રી ભારતનાટ્યમની શ્રેષ્ઠ નુત્યાંગના પણ છે.

હેમા માલિનીનો જન્મ 16 ઓક્ટોબર 1948 માં તમિલનાડુના અમ્માનકુડીમાં થયો હતો. તેણીનું શિક્ષણ ચેન્નઇની આંધ્ર મહિલા સભામાં થયું હતું. તેમનું બાળપણ તમિલનાડુના વિવિધ શહેરોમાં વિતાવ્યું, તેમના પિતા વી.એસ.આર. ચક્રવર્તી તમિલ ફિલ્મોના નિર્માતા હતા.

Image result for hema malini

તેમણે તેમની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેની કારકિર્દીના શરૂઆતના તબક્કે, તેમને તે દિવસ પણ જોવા મળ્યો જ્યારે એક નિર્માતા-દિગ્દર્શકે તેમને એમ પણ કહ્યું કે તેમનામાં સ્ટાર અપીલ નથી. 1964 માં, તમિળ ફિલ્મોના નિર્દેશક શ્રીધર દ્વારા હેમાને કામ કરવાની ના પાડી દીધી હતી, અને કહ્યું હતું કે તેના ચહેરા પર કોઈ સ્ટાર અપીલ નથી, પરંતુ બાદમાં તે બોલિવૂડમાં ‘ડ્રીમ ગર્લ’ તરીકે ઓળખાતી એકમાત્ર અભિનેત્રી બની હતી.

Image result for hema malini

તેમને પ્રથમ બ્રેક અનંત સ્વામીએ આપ્યો હતો. તેમણે ‘સપનો કા સૌદાગર’ (1968) સાથે હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેઓ રાજ કપૂરની સાથે જોવા મળ્યા હતા. ત્યારે તેઓ માત્ર 16 વર્ષના હતા. રાજ કપૂરે હેમા માલિનીનો પહેલો સ્ક્રીન ટેસ્ટ  લીધો હતો. હેમા માલિની પોતે માને છે કે તે આજે જે કાંઈ પણ છે તે રાજ કપૂરને કારણે છે.

Image result for hema malini

 રાજ કપૂર સાથે કામ કર્યા પછી હેમા માલિનીને ફિલ્મ ‘જોની મેરા નામ’ માં દેવાનંદ સાથે કામ કરવાની તક મળી. આ ફિલ્મ જોરદાર હિટ સાબિત થઈ. તેની પ્રથમ સફળતા જોની મેરા નામ (1970) સાથે હતી. તેમને રમેશ સિપ્પીની ફિલ્મ અંદાઝ (1971) માં પહેલો મોટો બ્રેક મળ્યો હતો.

Related image

સિત્તેરના દાયકામાં, એવું માનવામાં આવતું હતું કે હેમા માલિની માત્ર ગ્લેમર પાત્રો ભજવી શકે છે, પરંતુ તેમણે 1975 ની ફિલ્મ ‘ખુશ્બુ’ 1977 ની ‘કિનારા’ અને 1979 ની ‘મીરા’ જેવી ફિલ્મોમાં ગંભીર પાત્રો ભજવીને પોતાના વિવેચકોને ખોટી સાબિત કરી હતી. વર્ષ 1972 માં, ‘સીતા ઓર ગીતા’માં તેનું પાત્ર અને સ્વયંભૂ અભિનય તેમને ઊંચાઈ પર લઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.