Not Set/ કાળા હરણ શિકાર કેસ : સલમાનના વકીલની અરજી બાદ 9 ઓગષ્ટે હાથ ધરાશે સુનાવણી

મુંબઈ કાળા હરણ શિકાર કેસમાં દોષી માની લેવામાં આવેલા સલમાન ખાન અંગે જોધપુર સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ ત્રણ કલાકની ચર્ચા દરમિયાન આગામી સુનાવણીની તારીખ 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે સલમાન ખાનના વકીલે સુનાવણીને ટાળવા માટે અરજી આપી હતી, આ જોતા આ તારીખ બદલવામાં આવી છે. ત્યારબાદ હવે કોર્ટની આ સુનાવણી 9 […]

Uncategorized
mahi ee e1531985605724 કાળા હરણ શિકાર કેસ : સલમાનના વકીલની અરજી બાદ 9 ઓગષ્ટે હાથ ધરાશે સુનાવણી

મુંબઈ

કાળા હરણ શિકાર કેસમાં દોષી માની લેવામાં આવેલા સલમાન ખાન અંગે જોધપુર સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ ત્રણ કલાકની ચર્ચા દરમિયાન આગામી સુનાવણીની તારીખ 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે સલમાન ખાનના વકીલે સુનાવણીને ટાળવા માટે અરજી આપી હતી, આ જોતા આ તારીખ બદલવામાં આવી છે.

ત્યારબાદ હવે કોર્ટની આ સુનાવણી 9 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં, નીચલી અદાલતે કાળા હરણ શિકારના કિસ્સામાં સલમાનને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી, જયારે અન્ય 5 આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા હતા.

સલમાનના વકીલોએ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, પુરાવાઓના આધારે સલમાનને દોષિત માનવામાં ન આવે, જે આ પહેલા જ શિકારના અન્ય બે મામલાઓની દલીલને હાઈકોર્ટે નકારી કાઢી હતી.

શું હતો આ મામલો ?

આપને જણાવી દઈએ કે, 1998 માં જોધપુરમાં સલમાન ખાનની ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ના શૂટિંગ દરમિયાન તેઓ પર કાળા હરણનો શિકાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કેસમાં સલમાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન સલમાન ખાનને પાંચ દિવસ માટે જેલમાં રહેવાનું હતું. આ ઉપરાંત 22 સપ્ટેમ્બર, 1998ના રોજ પોલીસ તેમના રૂમમાંથી એક રિવોલ્વર અને રાઈફલ પ્રાપ્ત કર્યું હતું.