મુંબઈ
ધર્મેન્દ્ર –હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલ રામ કમલમુખર્જીની શોર્ટ ફિલ્મ ‘કેકવોક ‘ સાથે કમબેક કરી રહી છે. તેણે ઇન્સ્ટાકાઉન્ટ પર ફિલ્મથી તેના લૂક શેર કર્યો છે. આ ફોટોમાં તેઓ બંગાળી દુલ્હનના ગેટઅપમાં જોવા મળે છે.
ફોટો શેર કરતા તેને કેપ્શનમાં લખ્યું કે- Launched my Bengali bridal look from @ramkamalmukherjee film #Cakewalk yesterday in Kolkata. It was fun interacting with media. 🙏🏼 #styledby @kareenparwani.
https://instagram.com/p/Blcgp6Kh61x/?utm_source=ig_embed
https://instagram.com/p/Bjd6WNNhZIG/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે, આ 22 મિનિટની ફિલ્મમાં, તેને શેફની ભૂમિકામાં જોવા મળશે. મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇશા દેઓલ એ કહ્યું હતું કે, “મને યોગ્ય લાગે તે માટે લગભગ ત્રણ કલાક લાગ્યા. મારા ડિરેક્ટર રામકમલનો આભાર, જે દરેક વિગતો વિશે ખૂબ ખાસ હતા.” કેકવોક” આભ્રા ચક્રવર્તી દ્વારા સહ નિર્દેશિત અને દિનેશ ગુપ્તા, શેલેન્દ્ર કુમાર, અરિત્રા દાસ દ્વારા પ્રોડ્યુસર કરવામાં આવી છે.
https://instagram.com/p/BgdVlQZhdMp/?utm_source=ig_embed
આ શોર્ટ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ કરવામાં આવશે. ટીવી અભિનેતા તરૂણ મલ્હોત્રા અને અનિંદિતા ચટર્જી બોલિવૂડમાં આ સાથે ડેબ્યુ કરી રહ્યાં છે. ઇશાએ ગુડી પડવાના પ્રસંગે કેકવોક પોસ્ટર શેર કર્યું હતું. ઇશાને છેલ્લે 2015 માં “કીલ દેમ યંગ” ફિલ્મમાં જોવામાં મળી હતી.
