Not Set/ વર્ષ 2019માં આ 6 ફેમસ મહિલાઓ પરથી બનેલી બાયોપિક થશે રિલીઝ

મુંબઇ, 2019માં ફેમસ મહિલાઓના જીવન પરથી બનેલી 6 જેટલી બાયોપિક રિલીઝ થશે.જેમાં મહિલા માફિયા ડૉન હસીના પારકર, સ્વર્ગસ્થ વડા પ્રધાન ઇંદિરા ગાંધી, સાઉથની સેક્સ બોમ્બ સિલ્ક સ્મિતા, વગેરેની બાયો-ફિલ્મોનો સમાવેશ થાય છે. સાઈના નેહવાલ પરથી બની છે ફિલ્મ બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ પરથી બની રહેલી આ બાયોપીકમાં શ્રદ્ધા કપૂર સાઇના નેહવાલનો રોલ કરી રહી છે […]

Uncategorized
nnn 1 વર્ષ 2019માં આ 6 ફેમસ મહિલાઓ પરથી બનેલી બાયોપિક થશે રિલીઝ

મુંબઇ,

2019માં ફેમસ મહિલાઓના જીવન પરથી બનેલી 6 જેટલી બાયોપિક રિલીઝ થશે.જેમાં મહિલા માફિયા ડૉન હસીના પારકર, સ્વર્ગસ્થ વડા પ્રધાન ઇંદિરા ગાંધી, સાઉથની સેક્સ બોમ્બ સિલ્ક સ્મિતા, વગેરેની બાયો-ફિલ્મોનો સમાવેશ થાય છે.

સાઈના નેહવાલ પરથી બની છે ફિલ્મ

બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ પરથી બની રહેલી આ બાયોપીકમાં શ્રદ્ધા કપૂર સાઇના નેહવાલનો રોલ કરી રહી છે અને એ માટે એણે ખુદ સાઇનાના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સતત આકરી તાલીમ પણ લીધી છે.આ વર્ષે આ ફિલ્મ રજૂ થશે.

Related image

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પરથી ઐતિહાસિક ફિલ્મ

1875ના બળવામાં મહત્ત્વનું પ્રદાન કરનારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પર આધારિત મણીકર્ણિકા- ધ ક્વીન ઑફ ઝાંસી નામે બનેલી આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી કંગના રનૌત મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામા આવ્યું છે જેને લાખો લોકોએ જોયું છે.

Image result for manikarnika

દેબોરાહ હેરોલ્ડ

2004માં નીકોબારમાં ભીષણ ત્સુનામીથી ઊગરી ગયેલી દેબોરાહ હેરોલ્ડએ  પોતાના મક્કમ મનોબળના આધારે આંતરરાષ્ટ્રીય સાઇક્લીસ્ટ તરીકે ચમકીને આખી દુનિયાની શાબાશી મેળવી હતી.હવે 23 વર્ષની દેબોરાહ પરથી ફિલ્મ બની રહી છે.શ્રીલંકન બ્યૂટી તરીકે જાણીતી જેક્લીન ફરનાન્ડિસ દેબોરાહનો  મુખ્ય રોલ કરવાની છે. હજુ આ ફિલ્મની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.

Image result for deborah herold biopik

એસિડના એટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલ પરથી ફિલ્મ

એકપક્ષી પ્રેમમાં પાગલ યુવાનને એ યુવતી ઠુકરાવી દે ત્યારે આવેશમાં આવી જઇને એ યુવાન પેલી યુવતી પર એસિડનો હુમલો કરે છે એવી કથા ધરાવતી આ ફિલ્મ લક્ષ્મી અગ્રવાલ નામની યુવતીની સત્યકથા છે અને મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણ આ ફિલ્મ કરી રહી છે.આ ફિલ્મને મેઘના ગુલઝાર ડાયરેક્ટ કરશે.

Image result for lakshmi agarwal biopic deepika padukone

સેક્સ બોમ્બ શકિલા પર ફિલ્મ

સાઉથની સેક્સ સાયરન ગણાતી શકીલા પરથી બની રહેલી આ ફિલ્મમાં રિચા ચડ્ડાએ મુખ્ય ભૂમિકા કરી છે. આ ફિલ્મ લગભગ તૈયાર થવા આવી છે. તાજેતરમાં એનું પોસ્ટર રજૂ થયું હતું અને સોશ્યલ મિડિયા પર એની વિડિયો ક્લીપ રજૂ થતાં હજ્જારો લોકોએ એને બિરદાવી હતી.

Image result for shakeela biopic richa chadda

ભારતીય હવાઇ દળની મહિલા પાઇલટ ગૂંજન

સક્સેનાની સક્સેસ સ્ટોરી પરથી બનેલી આ ફિલ્મમાં સદગત અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ સર્જક બોની કપૂરની પુત્રી અભિનેત્રી જહાનવી કપૂર ચમકી રહી છે. જહાનવીની આ ત્રીજી ફિલ્મ છે.ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.

Image result for pilot gunjan biopik jhanvi kapoor