Not Set/ ‘એવેન્જર્સ એન્ડગેમ’ ના ચાહકો માટે ખુશીના સમાચાર, ફિલ્મ જોવા માટે મલ્ટીપ્લેક્સ 24 કલાક ખુલ્લા રહેશે

મંતવ્ય ન્યૂઝ, હોલિવૂડ મૂવી ‘ એવેન્જર્સ એન્ડગેમ ‘ ને લઇને ભારતમાં ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે ભારતમાં રિલીઝ પહેલા જ શોર મચાવી દીધો છે. ફિલ્મનું સતત એડવાન્સ બૂકિંગ જોઈને, એવું લાગે છે કે ભારતભરમાં થિયેટર્સ ઓછા પડી જશે પરંતુ પ્રેક્ષકો ઓછા નહીં પડે. દર્શકોની આ માંગને ધ્યાનમાં રાખીને દેશભરમાં 24 કલાક […]

India Entertainment
Avengers 1 ‘એવેન્જર્સ એન્ડગેમ’ ના ચાહકો માટે ખુશીના સમાચાર, ફિલ્મ જોવા માટે મલ્ટીપ્લેક્સ 24 કલાક ખુલ્લા રહેશે

મંતવ્ય ન્યૂઝ,

હોલિવૂડ મૂવી ‘ એવેન્જર્સ એન્ડગેમ ‘ ને લઇને ભારતમાં ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે ભારતમાં રિલીઝ પહેલા જ શોર મચાવી દીધો છે. ફિલ્મનું સતત એડવાન્સ બૂકિંગ જોઈને, એવું લાગે છે કે ભારતભરમાં થિયેટર્સ ઓછા પડી જશે પરંતુ પ્રેક્ષકો ઓછા નહીં પડે. દર્શકોની આ માંગને ધ્યાનમાં રાખીને દેશભરમાં 24 કલાક મલ્ટિપ્લેક્સ ખોલવા માટે પરવાનગી આપવામાં આવી છે. એટલે કે હવે એન્ડગેમના વધુ શો જોવા મળશે અને ટિકિટ પણ વધશે.

Avengers 2 ‘એવેન્જર્સ એન્ડગેમ’ ના ચાહકો માટે ખુશીના સમાચાર, ફિલ્મ જોવા માટે મલ્ટીપ્લેક્સ 24 કલાક ખુલ્લા રહેશે
Avengers endgame poster

જણાવી દઇએ કે આ ફિલ્મ 26 મી એપ્રિલના રોજ ભારતમાં રિલીઝ થઇ રહી છે , પરંતુ એડવાન્સ બૂકિંગ 2-3 અઠવાડિયા પહેલા જ શરૂ થઇ ચુક્યુ હતું. ટિકિટ ખર્ચાળ હોવા છતા પણ તેના ક્રેઝને કારણે ફટાફટ વેચાઇ ગઇ હતી. રિલીઝ પહેલા પણ ભારતમાં એક ટિકિટ બાકી રહી નથી એટલે કે તમામ સીટ રિલીઝ પહેલા જ બે અઠવાડિયામાં બૂકિંગ થઇ ગઇ છે. આટલો જબરદસ્ત ક્રેઝ કોઇ ફિલ્મમાં જોવા મળ્યો નથી.

Avengers 3 ‘એવેન્જર્સ એન્ડગેમ’ ના ચાહકો માટે ખુશીના સમાચાર, ફિલ્મ જોવા માટે મલ્ટીપ્લેક્સ 24 કલાક ખુલ્લા રહેશે
Avengers endgame poster

દર્શકોને જોતાં દેશમાં કેટલાક મોટા મલ્ટિપ્લેક્સમાં મોડી રાત સુધી શો બતાવવા માટે પરવાનગી માંગી હતી. તાજેતરમાં તેને 24 કલાકના શો માટે લીલી ઝંડી મળી છે, એટલે કે દર્શકો ફક્ત રાત્રે જ નહીં રાત્રે 12 વાગ્યા પછી પણ શો જોઇ શકશે, એ માટે નવી રાત્રિના સમય માટે શેડ્યૂલની યોજના બનાવી શકે છે. અત્યાર સુધી આવી પ્રક્રિયા ફક્ત વિદેશી દેશોમાં જ જોવા મળતી હતી.

માહિતી અનુસાર ભારતમાં એવેન્જર્સ એન્ડગેમને 2000 અને 2500 ની વચ્ચે સ્ક્રીન મળશે, પરંતુ હવે શોની સંખ્યા મોટી થશે અને ટિકિટોમાં પણ વધારો થશે. એવેન્જર્સ એન્ડગેમ હિન્દી, તમિલ , તેલુગુ તેમજ અંગ્રેજીમાં રજૂ કરવામાં આવશે. 24- કલાક શો માટે આ પરવાનગીઓ ફક્ત ‘ એવેન્જર્સ એન્ડગેમ ‘ માટે જ આપવામાં આવી છે.

ટ્રેડ પંડિતોનું માનીએ તો શોની સંખ્યામાં વધારો થતા એવેન્જર્સ એન્ડગેમનું ઓપનિંગ કલેક્શન 50 કરોડથી પણ વધુ હોવાની સંભાવના છે. આ ફિલ્મે રિલીઝ પહેલા રેકોર્ડ કમાણી કરી દીધી છે. આ ફિલ્મે એક દિવસમાં 10 લાખ ટિકિટો વેચીને તમામ રેકોર્ડ્સ તોડ્યા છે.