Not Set/ જાણો, ક્યારે રિલીઝ થશે જ્હોન અબ્રાહમની ફિલ્મ Romeo Akbar Walter

મુંબઇ, રિલીઝમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી, Romeo akbar walter એટલે કે RAWની આખરે રિલીઝ ડેટ નક્કી થઇ જ ગઈ. આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થનારી આ ફિલ્મ હવે 12 એપ્રિલ, 2019 ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, મોની રોય, જેકી શ્રોફ, સુચિત્રા કૃષ્ણમૂર્તિ અને સિકંદર ખેર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ મૂવી 1970 ના […]

Uncategorized
ko જાણો, ક્યારે રિલીઝ થશે જ્હોન અબ્રાહમની ફિલ્મ Romeo Akbar Walter

મુંબઇ,

રિલીઝમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી, Romeo akbar walter એટલે કે RAWની આખરે રિલીઝ ડેટ નક્કી થઇ જ ગઈ. આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થનારી આ ફિલ્મ હવે 12 એપ્રિલ, 2019 ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, મોની રોય, જેકી શ્રોફ, સુચિત્રા કૃષ્ણમૂર્તિ અને સિકંદર ખેર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ મૂવી 1970 ના દાયકામાં થયેલી સત્ય ધટના પર આધારિત છે. જ્હોન અબ્રાહમની મુખ્ય ભૂમિકા ભજવનાર આ ફિલ્મ સૌપ્રથમ સુશાંતસિંહ રાજપૂતને આપવામાં આવી હતી. જો કે, ડેટ્સ ન હોવાને કારણે સુશાતે ફિલ્મને નકારી કાઢી હતી. આ પછી તરત જ, જ્હોન અબ્રાહમને મુખ્ય ભૂમિકા માટે ફિલ્મ આપવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે અગાઉ, 2018 માં, જ્હોની 2 ફિલ્મો ‘પરમાણુ’ અને ‘સત્યમેવ જયતે’ રિલીઝ કરવામાં આવી હતી જે પ્રેક્ષકોને ખૂબ પસંદ આવી હતી. સુચિત્રા કૃષ્ણમૂર્તિ પણ આ ફિલ્મથી પરત ફરી રહ્યા છે. આ સ્પાઈ-થ્રિલર મૂવીના નિર્દેશિત રોબી ગ્રેવલ દ્વારા કરવામાં આવી છે.