Not Set/ 7 હજાર કરોડની કમાણી કરી જોકર ફિલ્મે ઇતિહાસ રચ્યો

સાઇકોલોજીકલ થ્રિલર ફિલ્મ જોકરે કમાણીના મામલામાં  અનેક રેકૉર્ડ તોડી દીધા છે.દુનિયામાં બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવનારી જોકર હવે બિલિયન ડૉલર ક્લબમાં સામેલ થઈ ગઈ છે.ડિરેક્ટર ટોડ ફિલિપ્સની વૉકીન ફિનિક્સ  સ્ટારર ફિલ્મ જોકર ત્રીજી એવી નોન ડિઝની યુનિવર્સલ ફિલ્મ છે જેને આ માઈલસ્ટોન એક જ વર્ષમાં અચીવ કરી હોય. જોકર ફિલ્મે વિશ્વભરમાં 1 બિલિયન ડૉલરની કમાણી […]

Uncategorized
mahi 13 7 હજાર કરોડની કમાણી કરી જોકર ફિલ્મે ઇતિહાસ રચ્યો

સાઇકોલોજીકલ થ્રિલર ફિલ્મ જોકરે કમાણીના મામલામાં  અનેક રેકૉર્ડ તોડી દીધા છે.દુનિયામાં બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવનારી જોકર હવે બિલિયન ડૉલર ક્લબમાં સામેલ થઈ ગઈ છે.ડિરેક્ટર ટોડ ફિલિપ્સની વૉકીન ફિનિક્સ  સ્ટારર ફિલ્મ જોકર ત્રીજી એવી નોન ડિઝની યુનિવર્સલ ફિલ્મ છે જેને આ માઈલસ્ટોન એક જ વર્ષમાં અચીવ કરી હોય.

જોકર ફિલ્મે વિશ્વભરમાં 1 બિલિયન ડૉલરની કમાણી કરી લીધી છે. 1 બિલિયન ડૉલર એટલે કે 7 હજાર કરોડ રૂપિયાની કમાણી કરીને જોકરે ઈતિહાસ રચી દીધો છે.જોકર’ પહેલાં ટોપ ગ્રોસિંગ આર રેટેડ ફિલ્મનો રેકોર્ડ 2018માં આવેલ ફિલ્મ ‘ડેડપૂલ 2’ના નામ પર હતો. ‘ડેડપૂલ 2’ની કમાણી 785 મિલિયન ડોલર હતી.

Image result for Joker made film history, earning over 7 thousand crores

ફિલ્મમાં ભારતે સારી સફળતા મેળવી હતી. ભારતમાં આ ફિલ્મ 50 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે.બે ઓક્ટોબરના દિવસે વૉર જેવી ફિલ્મોની સાથે રિલીઝ થયા બાદ પણ ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારો બિઝનેસ કર્યો છે. સાથે જ ભારતીય દર્શકોને પણ તેમને ખૂબ જ પસંદ આવી હતી.જો ફિલ્મની ભારતીય કરન્સીના હિસાબથી જોઈએ તો ફિલ્મે લગભગ 7 હજાર કરોડની કમાણી કરી લીધી છે.

Related image

આ ફિલ્મ બેડમિંટન કૉમિક્સના કેરેક્ટર ટૉડ ફિલિપ્સ પર આધારિત છે જે એક જોકરની કહાની છે. જેના નિર્માણમાં ખુદ ટૉડ ફિલિપ્સ અને બ્રેડલે કૂપર જેવા એક્ટર સામેલ છે. જોકરમાં મુખ્ય ભૂમિકા જોકિન ફીનિક્સે નિભાવી છે. ફિલ્મના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. વેટરન એક્ટર અનુમપ ખેરે જોકિનને ઑસ્કર અવૉર્ડનો હકદાર ગણાવ્યા છે.

આ ફિલ્મે હૉલીવુડમાં એક બેંચમાર્ક સેટ કરી દીધો છે. ખાસ વાત એ છે કે દર્શકો ફિલ્મના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. એક સારા કૉમેડિયન  અને ખતરનાક ખલનાયકના કિરદારમાં દર્શકોનું દિલ જીતી લીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.