Not Set/ 200 કરોડ ક્લબમાં પહોંચશે કબીર સિંહ, વિવાદો વચ્ચે ફિલ્મ થઇ રહી છે હીટ

મુંબઈ, બોલીવૂડ એક્ટર શાહિદ કપૂર, કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર ઘમાકેદાર કલેક્શન કરી રહી છે. કબીર સિંહને રીલીઝ થયાના 10 દિવસ થઇ ગયા છે અને હજુ સુધી પણ તે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મ 2019 ની બેસ્ટ ટ્રેન્ડીંગ મુવી બની ચુકી છે. સીધી વાત છે કે કબીર સિંહે […]

Uncategorized
aae 4 200 કરોડ ક્લબમાં પહોંચશે કબીર સિંહ, વિવાદો વચ્ચે ફિલ્મ થઇ રહી છે હીટ

મુંબઈ,

બોલીવૂડ એક્ટર શાહિદ કપૂર, કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર ઘમાકેદાર કલેક્શન કરી રહી છે. કબીર સિંહને રીલીઝ થયાના 10 દિવસ થઇ ગયા છે અને હજુ સુધી પણ તે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મ 2019 ની બેસ્ટ ટ્રેન્ડીંગ મુવી બની ચુકી છે. સીધી વાત છે કે કબીર સિંહે ઘણી બેંચમાર્ક સેટ કરી છે.

આપને જણાવીએ કે કબીર સિંહે બીજા અઠવાડિએ પણ શાનદાર કમાણી કરી રહી છે. બીજા અઠવાડિએ શનિવારે કબીર સિંહે 17.10  કરોડ રૂપિયાની કમાણી કરી છે. રવિવારે ઇન્ડિયા અને ઈંગ્લેંડના વર્લ્ડ કપ મેચ હોવા છતાં પણ ફિલ્મે 17.48 કરોડ રૂપિયાનું કલેક્શન પોતાના નામે કર્યું. આ સાથે જ ભારતીય બજારમાં ફિલ્મની કુલ કમાણી 181.57 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

કબીર સિંહે માત્ર બે અઠવાડિયામાં 175 કરોડનો આંકડો પર કરી લીધો છે અને હવે ટૂંક સમયમાં જ 200 કરોડ ક્લબમાં સ્થાન બનાવવા તરફ આગળ વધી રહી છે. કબીર સિંહે હમણાં જ બ્લોકબસ્ટર ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવ્યું છે, જે એક મોટી સફળતા છે. છેલ્લા કેટલાક દિવસોમાં, કબીર સિંહે કેસરી, ટોટલ ધામલ, ભારત અને ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી ફિલ્મોના કલેક્શનને પાછળ છોડી દીધું છે.

આપને જણાવી દઈએ કે શાહિદ કપૂરની આ ફિલ્મ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે, જેનું દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. શાહિદ કપૂર ઉપરાંત ફિલ્મમાં કિયારા અડવાણી, સોહમ મજુમદાર, સુરેશ ઓબેરોય, અર્જુન બાજાવા અને કુણાલ ઠાકુર છે. આ વાર્તા એક સર્જનની છે જે, તેની ગર્લફ્રેન્ડથી દૂર રહેવા પછી બરબાદીના  માર્ગ પર ચાલે છે અને દારૂનો નશો કરવા લાગે છે.