Not Set/ આ દિવસે લગ્ન કરી રહ્યા છે કપિલ શર્મા? જાણો ક્યાં લેશે સાત ફેરા

મુંબઈ આ વર્ષે લગ્ન કરના સેલિબ્રિટીની લિસ્ટમાં કપિલ શર્માનું નામ પણ ઉમેરવામાં આવશે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણેના લગ્નના એક મહિના પછી કપિલ શર્મા સાત ફેરા લેશે. કપિલ શર્માના મિત્રના જણાવ્યા મુજબ 12 ડિસેમ્બરે કપિલ શર્મા તેની ગર્લફ્રેન્ડ ગીન્ની ચતરથ સાથે લગ્ન કરશે. આ લગ્ન પંજાબ, જલંધર ખાતે થશે. વેડિંગની તૈયારી શરૂ થઈ ગઈ છે. […]

Trending Entertainment
rb આ દિવસે લગ્ન કરી રહ્યા છે કપિલ શર્મા? જાણો ક્યાં લેશે સાત ફેરા

મુંબઈ

આ વર્ષે લગ્ન કરના સેલિબ્રિટીની લિસ્ટમાં કપિલ શર્માનું નામ પણ ઉમેરવામાં આવશે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણેના લગ્નના એક મહિના પછી કપિલ શર્મા સાત ફેરા લેશે.

કપિલ શર્માના મિત્રના જણાવ્યા મુજબ 12 ડિસેમ્બરે કપિલ શર્મા તેની ગર્લફ્રેન્ડ ગીન્ની ચતરથ સાથે લગ્ન કરશે. આ લગ્ન પંજાબ, જલંધર ખાતે થશે. વેડિંગની તૈયારી શરૂ થઈ ગઈ છે.

કપિલ શર્માને લગતા અન્ય એક સારા સમાચાર એ છે કે તે પોતાના શો પર તેઓ પાછા આવ્યા છે. ધ કપિલ શર્મા શો દ્વારા તેઓ એકવાર ફરીથી લોકોને મનોરંજન કરતા જોવા મળશે. તેઓ શો શૂટ કરવા મુંબઈ પરત ફર્યા છે. તેઓએ Instagram માં ફોટા પોસ્ટ કરીને માહિતી શેર કરી હતી.

કપિલએ તેના સાથીદારો સાથે Instagram પર ફોટા શેર કર્યો હતો. તે ફોટોમાં ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે ” દોઢ મહિના પછી મુંબઈ પાછો આવ્યો. કપિલ શર્માના નવા સિઝન સાથે ફરીથી તમરો હસવાનો સમયે આવી ગયો છે.