Covid-19/ શું રાજકીય નેતાઓ કે પાર્ટીઓ પાસે કોઈ જાદુઈ છડી છે કે, તેઓ મનફાવે ત્યારે કોરોનાને કંટ્રોલ કરી શકે છે?

શું રાજકીય નેતાઓ કે પાર્ટીઓ પાસે કોઈ જાદુઈ છડી છે કે, તેઓ મનફાવે ત્યારે કોરોનાને કંટ્રોલ કરી શકે છે? ચૂંટણી પુરી થતા જ વિદાય લઇ રહેલ કોરોના એ જમાવટ કરવા માંડી છે, સાથે સદા હાજર રહેતી મોંઘવારીએ પણ તેની હાજરી પુરાવી છે.

Trending Mantavya Vishesh
corona શું રાજકીય નેતાઓ કે પાર્ટીઓ પાસે કોઈ જાદુઈ છડી છે કે, તેઓ મનફાવે ત્યારે કોરોનાને કંટ્રોલ કરી શકે છે?

લોકો સમજી લે કે હવે કોઈ જાદુની છડી કામ નહીં કરે

ચૂંટણી પુરી થતા જ વિદાય લઇ રહેલ કોરોના એ જમાવટ કરવા માંડી છે, સાથે સદા હાજર રહેતી મોંઘવારીએ પણ તેની હાજરી પુરાવી છે.

ગુજરાતમાં ઈલેક્શન ફીવર ઉતરી ગયો છે. તંત્રની સાથે સાથે લોકો એ પણ રાહતના શ્વાસ લીધા છે. કેમ કે, લોકો આમ પણ મોંઘવારી, બેરોજગારી પેટ્રોલનો ભાવ વધારો અને સામે છેડે ઠપ્પ ધંધા રોજગારથી નિરાશ છે. અઘોર નિરાશા વચ્ચે યોજાયેલી ચુટંણીઓ માટે લોકોના મનમાં ભારે અણગમો અને અનેક સવાલો પણ હતા. કેમ કે, કોરોનની ગાઈડ લાઈન સામાન્ય લોકોને જ કોરોના કાળ દરમ્યાન અસરકર્તા હતી. બાકી રાજકીય આગેવાનો અને રાજકીય નેતાઓ માટે તો આ સમય પણ જશ્ન નો હતો.

rina brahmbhatt1 શું રાજકીય નેતાઓ કે પાર્ટીઓ પાસે કોઈ જાદુઈ છડી છે કે, તેઓ મનફાવે ત્યારે કોરોનાને કંટ્રોલ કરી શકે છે?

રાજકીય ચાલ-પહલ આ કટોકટીપૂર્ણ સમયમાં પણ યથાવત રહેવા પામી હતી.  લોકો વાંકી નજરે આ બધું જોતા હતા અને નેતાઓને કોસતા પણ હતા. પરંતુ તેમની પાસે તેવો કોઈ પર્યાય ન હતો કે તેઓ તેનો વિરોધ નોંધાવે. અને તેને જ કારણે ખાસ તો અમદાવાદ મ્યુ. કોર્પોરેશન નું મતદાન ઘણું ઓછું રહ્યું હતું. આ લોકોનો એક મેસેજ હતો કે, આ સમય ચૂંટણી યોજવા યથાયોગ્ય ન હતો. પરંતુ લોકોને આખરે પૂછે કોણ છે?. રાજકીય પાર્ટીઓ માટે લોકો ઘેટાનું એક તેવું ટોળું છે કે, જેને કેમ અને કઈ દિશામાં વાળવું તેનું નોલેજ તેમને બરાબર છે. આખરે વાત લોકોની દુખતી રગ ઓળખવાની છે .

ખેર, મુખ્ય મુદ્દો તે છે કે, ચૂંટણી અગાઉ થી જ લોકોને જાદુનો અહેસાસ થયો હોય તેમ કોરોનના કેસોમાં જાદુઈ ઘટાડો જોવા મળી રહ્યો હતો. અને ચૂંટણી ની આસપાસના સમય માં તો કોરોના જાણે સાવ ગાયબ જ થઇ ગયો હોય તેવું વાતાવરણ હતું. લોકો પણ કોરોનાની રવાનગી થી મસ્તીમાં આવી ગયા હતા. પરંતુ ચૂંટણી પુરી થતા જ પાછા કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ ફરી શરુ કરી દેવામાં આવ્યા હતા.

Gujarat Election Result 2021: बीजेपी ने सभी 6 महानगरपालिकाओं में फहराई विजय  पताका, पढ़ें- दिनभर के बड़े अपडेट्स | Gujarat Municipal Election Result  2021 Live news Ahmedabad, Vadodara ...

અને હવે કોરોના કેસીસમાં ડે બાય ડે વધારો નોંધાઈ રહ્યો છે. કેટલીય સોસાયટીને માઈક્રો કન્ટેન્ટમેંટન માં મુકવામાં આવી છે. જો, કે લોકો મનમાંથી કોરોના નો ડર નીકળી ગયા બાદ લોકો હવે થોડા નિશ્ચિત જણાઈ રહ્યા છે. પરંતુ લોકોમાં ખાસ તો, શહેરના ઉબડ-ખાબડ રોડ-રસ્તા અને કોરોના ના વધતા કેસો અંગે ખાસ્સી તેવી ચર્ચો થઈ છે.

લોકો તે નથી સમજી શકતા કે ચૂંટણી ટાણે ગાયબ કોરોના અચાનક એક્ટિવ કેવી રીતે થઇ ગયો? શું રાજકીય નેતાઓ કે પાર્ટીઓ પાસે કોઈ જાદુઈ છડી છે કે, તેઓ મનફાવે ત્યારે કોરોના ને કંટ્રોલ કરી શકે છે? અને મનફાવે ત્યારે તબેલાના ઘોડાની જેમ છૂટો પણ મૂકી શકે છે. જેવી વાતો ચર્ચાનો વિષય છે. અને વાતમાં દમ પણ છે કે, હકીકતમાં આવું બન્યું પણ છે. દિવાળી તાકડે કોઈ ઘર નહીં છોડનાર કોરોના કેસો અંગે કેટલાક નિષ્ણાતોએ આગાહી કરી હતી કે, ઠંડી ની મોસમ માં , કોરોનના કેસોમાં મોટો ઉછાળો થશે. જાન્યુઆરી થી માર્ચ સુધી કેસીસ માં મોટા પાયે વધારા ની આશઁકા હતી.

Gujarat Local Body Election results Counting of votes today updates

પરંતુ બન્યું ઊંધું ઠંડીમાં કોરોના ઠંડો રહ્યો. અને જેવી ચૂંટણી પુરી થઇ કે, ચૂંટણી પુરી થતા જ વિદાય લઇ રહેલ કોરોના એ જમાવટ કરવા માંડી છે. અને સાથે સદા હાજર રહેતી મોંઘવારીએ પણ તેની હાજરી પુરાવી છે. મતદારોને હવે સાચે ન લાગી રહ્યું છે કે, તેઓ સાચે જ એક નાસમજ ઘેટાનું ટોળું છે. કે જેને સ્પાઇક થતા કોરોના ના કેસો અને રોકેટ ગતિએ વધતી મોંઘવારી ની થિયરી વિશે કઈ ખ્યાલ નથી આવતો. તેઓ માને છે કે, હમ કલ ભી ના સમજ થે આજ ભી હૈ … બાકી મુંબઈ માં તો કોરોના ધૂમ મચાવી રહ્યો છે. અમદાવાદીઓ અને અન્ય શહેરીજનો ચેતીને ચાલજો ..બાકી કોઈપણ સરકાર કઈ હાથ પકડીને તમને રોકવા નહીં આવે કે, સરઘસ, કે વરઘોડો કે ટોળા માં ન જાવ. ઉજવણીનો રંગ કાલે પણ કોરોના એ ફિક્કો બનાવ્યો અને આજે પણ ફિક્કો જ સમજીને ચાલશો તો તમારી તંદુરસ્તી માટે સારું છે. અન્યથા હાલ હવે કોઈ જાદુ ની છડી કામ નહીં કરે..

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક