Not Set/ કપિલ શર્માની આવી હાલત જોઇને તમે પણ રહી જશો હેરાન

મુંબઈ, લાંબા સમયથી ટીવીના પરદા પરથી ગાયબ થઇ ગયેલા કપિલ શર્મા મંગળવારે મુંબઈ પહોચ્યા હતા. અહી એરપોર્ટ પર એમનો લૂક જોઈને લોકો હેરાન થઇ ગયા હતા. કારણ કે હમેશા ખુદને ફીટ રાખવા વાળા કપિલ શર્માનું વજન હવે વધી ગયું છે. અને આંખો નીચે ડાર્ક સર્કલ્સ થઇ ગયા છે. ડાર્ક બ્લુ કલરના ટ્રેકસુટમાં કપિલ અલગ જ […]

India Trending Entertainment
Kapil Sharma Photo કપિલ શર્માની આવી હાલત જોઇને તમે પણ રહી જશો હેરાન

મુંબઈ,

લાંબા સમયથી ટીવીના પરદા પરથી ગાયબ થઇ ગયેલા કપિલ શર્મા મંગળવારે મુંબઈ પહોચ્યા હતા. અહી એરપોર્ટ પર એમનો લૂક જોઈને લોકો હેરાન થઇ ગયા હતા. કારણ કે હમેશા ખુદને ફીટ રાખવા વાળા કપિલ શર્માનું વજન હવે વધી ગયું છે. અને આંખો નીચે ડાર્ક સર્કલ્સ થઇ ગયા છે. ડાર્ક બ્લુ કલરના ટ્રેકસુટમાં કપિલ અલગ જ દેખાઈ રહ્યા હતા. એમને એરપોર્ટ પર જોવાવાળા લોકોને એમની સ્માઈલની રાહ હતી. એ કમી પણ કપિલના પેટ ડોગ ચીકુએ પૂરી કરી દીધી હતી.

697070 kapil yogen કપિલ શર્માની આવી હાલત જોઇને તમે પણ રહી જશો હેરાન

જણાવી દઈએ કે એક પત્રકાર સાથે વિવાદ થયા બાદ થોડો સમય બ્રેક લેવા માટે કપિલ બહાર જતા રહ્યા હતા. હવે કપિલ પાછા તો આવી ગયા છે પરંતુ પરદા પર ક્યારે પાછા ફરશે એ સમય જ બતાવશે. કપિલના ફેન્સ પણ એમની રાહ જોઈ રહ્યા છે. કપિલના એક ટ્વીટ મુજબ આ દિવસોમાં તેઓ પોતાની જીંદગીમાં થોડા સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

kapil sharma કપિલ શર્માની આવી હાલત જોઇને તમે પણ રહી જશો હેરાન

આ ઉપરાંત એમણે પોતાના બદલાયેલા લૂક વિશે વાત કરી હતી. જયારે એક યુઝરે એમની એક તસ્વીર પર કમેન્ટ કરતા એમની ફિટનેસના વખાણ કર્યા તો કપિલે લખ્યું  કે જુનો ફોટો છે.