Not Set/ કંગના રનૌતની બાયોપિક જોવા માટે ઉત્સાહિત છે કરીના કપૂર

મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરને જ્યારથી ખબર પડી છે કે કંગના રનૌતની જિંદગી પર બાયોપિક ફિલ્મ બની રહી છે ત્યારથી તે તેને જોવા માટે રાહ જોઈ રહી છે. કંગના તેની બાયોપિક પોતે જ નિર્દેશિત કરવાની છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જ્યારે કરીનાને કંગનાની જીંદગી પર બનનારા બાયૉપિક વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. ત્યારે તેને કંગનાના વખાણ કરતા […]

Uncategorized
01 29 કંગના રનૌતની બાયોપિક જોવા માટે ઉત્સાહિત છે કરીના કપૂર

મુંબઇ,

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરને જ્યારથી ખબર પડી છે કે કંગના રનૌતની જિંદગી પર બાયોપિક ફિલ્મ બની રહી છે ત્યારથી તે તેને જોવા માટે રાહ જોઈ રહી છે. કંગના તેની બાયોપિક પોતે જ નિર્દેશિત કરવાની છે.

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જ્યારે કરીનાને કંગનાની જીંદગી પર બનનારા બાયૉપિક વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. ત્યારે તેને કંગનાના વખાણ કરતા કહ્યું કે, ‘મેં સાંભળ્યું છે કે કંગનાની બાયોપિક આવી રહી છે ત્યારથી હું ફિલ્મને જોવા માટે ખુબ જ ઉત્સાહિત છું.’

1527056124 9543 કંગના રનૌતની બાયોપિક જોવા માટે ઉત્સાહિત છે કરીના કપૂર

કરીનાએ વધુમાં જણવ્યું કે મને લાગે છે કે કંગના એક શ્રેષ્ઠ અભિનેત્રી છે. હું તેને પ્રેમ કરું છું અને તેની બહુ મોટી ફેન પણ છું. કંગના એક તેજસ્વી અને બુદ્ધિશાળી સ્ત્રી છે.

કરીનાથી જયારે પૂછવામાં આવ્યું કે તેને કંગના ફિલ્મ મણિકર્ણિકા જોઈ છે. જવાબમાં કરીનાએ કહ્યું કે મે હજુ સુધી ફિલ્મ જોઈ નથી, પણ હું જલ્દી જોવાની છું. સૈફ અલી ખાને પણ કંગનાને તેની ફિલ્મ માટે શુભેચ્છા આપી છે.

1542008492 9172 કંગના રનૌતની બાયોપિક જોવા માટે ઉત્સાહિત છે કરીના કપૂર

કંગનાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે રાઈટર વિજયેન્દ્રને તેના જીવન પર આધારિત ફિલ્મ લખવાની અપીલ કરી હતી. જેને કંગનાએ માની લીધી હતી. કંગનાનું કહેવું છે કે આ વર્ષે ઑક્ટોબર કે નવેમ્બરમાં તેની બાયોપિક ફ્લોર પર જશે.