મુંબઈ
સોશિયલ મીડિયા પર કરીના કપૂરના કેટલાક ફોટા અને વીડીયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે. કરીના કપૂર મોડી રાત ‘ગર્લ ગેંગ’ સાથે હેંગઆઉટ કરતા જોવા મળી રહી છે. વાયરલ થઇ રહેલ ફોટામાં કરીના કપૂર સાથે અમૃતા અરોરા, મલ્લિકા ભટ્ટ અને બહેન કરિશ્મા કપૂર નજરે પડી રહી છે. આ પાર્ટીનો એક વીડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કરીના હોટ ડાન્સ મુવ્સ કરતા જોવા મળી રહી છે. તેનો આ વીડીયો તેના ફેન ક્લબએ શેર કર્યો છે. પાર્ટીમાં કરીના સ્લીવલેસ ટી-શર્ટ અને રિપ્ડ જીન્સમાં જોવા મળી રહી છે પરંતુ તે ખુબ જ કુલ લાગી રહી છે.
https://www.instagram.com/p/BpFhz9ogr5i/?tagged=kareenakapoorkhan
વેલ આવુ પહેલીવાર નથી થયું કે કરીના તેની ‘ગર્લ ગેંગ’ સાથે મોડી રાત સુધી પાર્ટી કરતા જોવા મળી રહી છે. કરીના કપૂર કેટલી પણ વ્યસ્ત કેમ ના હોય તેમ છતાં પણ તે પાર્ટી માટે સમય નીકળી જ દે છે.ક્યારે તે ફેન્ડ્સ સાથે હેંગઆઉટ કર્ત્તા જોવા મળે છે તો ક્યારે ફેમિલી સત્થે પાર્ટી એનજોય કરતા જોવા મળે છે. કરીના કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર ત્રની આ પાર્ટીની તસ્વીરો પોસ્ટ કરી છે. જેમાં તટે તેની ફેન્સ સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે.
https://www.instagram.com/p/BpGx2y0nY_w/?taken-by=therealkareenakapoor
આપને જણાવી દઈએ કે કરીના કપૂર હાલ તેના રેડિયો શોને લઈને ચર્ચા બની રહે છે. આ રેડિયો શોમાં કરીના બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે વાતચીત કરતા જોવા મળશે. આ સિવાય કરીના કપૂર ખુબ જ જલ્દી ફિલ્મ ‘તખ્ત‘માં નજરે પડશે. આ ફિલ્મમાં કરીના સિવાય અનિલ કપૂર, જહાનવી કપૂર, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના રણવીર સિંહની મોટી બહેના રોલમાં જોવા મળશે
