Not Set/ કરિશ્મા કપૂરનું ફરી દિલ તૂટ્યું,બોયફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ

મુંબઇ કરિશ્મા કપૂરનું ફરી એકવાર દિલ તૂટ્યું છે.કરિશ્મા કપૂરનું તેના બોયફ્રેન્ડ સંદીપ તોશનીવાલ સાથે બ્રેકઅપ થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે. કરિશ્મા અને દિલ્હીના બિઝનેસમેન સંદીપ તોશનીવાલ છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં હતા. પરંતું બંને ની મંઝિલ જુદી પડતી હોય તેવું લાગે છે. કરિશ્મા અને સંદીપના તેમના પતિ પત્ની સાથે ડિવોર્સ થઈ ગયા ત્યાર બાદ બંનેએ […]

Uncategorized
kkpl કરિશ્મા કપૂરનું ફરી દિલ તૂટ્યું,બોયફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ
મુંબઇ
કરિશ્મા કપૂરનું ફરી એકવાર દિલ તૂટ્યું છે.કરિશ્મા કપૂરનું તેના બોયફ્રેન્ડ સંદીપ તોશનીવાલ સાથે બ્રેકઅપ થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે. કરિશ્મા અને દિલ્હીના બિઝનેસમેન સંદીપ તોશનીવાલ છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં હતા. પરંતું બંને ની મંઝિલ જુદી પડતી હોય તેવું લાગે છે.
કરિશ્મા અને સંદીપના તેમના પતિ પત્ની સાથે ડિવોર્સ થઈ ગયા ત્યાર બાદ બંનેએ જાહેરમાં સાથે દેખાવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહિ, પિતા રણધીર કપૂરની બર્થ ડે પાર્ટીમાં કરિશ્માએ સંદીપ તોશનીવાલને તેના પરિવારની સાથે ઓળખાણ પણ કરાવી હતી.
બંને વચ્ચે નજદીકી જોતા આ વર્ષે બંને પરણી જાય તેવી ચર્ચા હતી. પરંતુ કરિશ્માના પિતા રણધીર કપૂરે આ વાતને નકારતા કહ્યું હતુ કે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. મને ઈચ્છા છે કે કરિશ્મા ફરી પરણે પણ તેને લગ્ન કરવામાં કોઈ રસ નથી. અમે આ અંગે વાત કરી છે અને તેણે મને સ્પષ્ટ કહ્યું છે કે તે ફરી ફેમિલી સ્ટાર્ટ કરવા નથી માંગતી. તે પોતાના બે બાળકો સમૈરા અને કિઆનને સારી રીતે ઉછેરવા માંગે છે.
બોલિવુડમાં ચાલતી ગોસિપ પ્રમાણે હવે કરિશ્મા કપૂર અને સંદીપ તોશનીવાલનું પણ બ્રેક અપ થઈ ગયું છે. કરિશ્મા ફરી લગ્ન કરવા નથી માંગતી. તે પોતાના બાળકોને ઉછેરવા પર ફોકસ કરવા માંગે છે.
કરિશ્મા સંજય કપૂર સાથે છૂટી પડ્યા  પછી તે ઘણા આઘાતમાં છે.કરિશ્માના એક્સ પતિ સંજય કપૂરે ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે લગ્ન કરી લીધા છે અને જલ્દી તે પિતા બનવાનો છે. સંદીપ તોશનીવાલે તેની પત્ની ડો. આશ્રિતાને ડિવોર્સ આપી દીધા છે. નવેમ્બરમાં સંદીપના ડિવોર્સ બાદ બધાને એવુ જ હતુ કે હવે કરિશ્મા-સંદીપ જલ્દી પરણી જશે પણ કરિશ્માના મનમાં કંઈ બીજુ જ ચાલી રહ્યું હતું.