Not Set/ બોલીવૂડ/ વરુણ ધવન અને અર્જુન કપૂર સાથેના કોમ્પિટિશન પર કાર્તિક આર્યને કહ્યું કંઇક આવું….

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન આજકાલ તમામ ફિલ્મ નિર્માતાઓની પહેલી પસંદ છે. કાર્તિક હાલમાં ‘પતિ પત્ની ઓર વો’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તાજેતરના ઇન્ટરવ્યૂમાં કાર્તિકને વરુણ ધવન, આયુષ્માન ખુરાના અને અર્જુન કપૂર સાથેની સ્પર્ધા વિશે પૂછવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યુમાં કાર્તિકે કહ્યું – વરુણ ધવન, આયુષ્માન ખુરના અને અર્જુન કપૂર સાથે તેની કોઈ સ્પર્ધાની લાગણી નથી. […]

Uncategorized
maya a 15 બોલીવૂડ/ વરુણ ધવન અને અર્જુન કપૂર સાથેના કોમ્પિટિશન પર કાર્તિક આર્યને કહ્યું કંઇક આવું....

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન આજકાલ તમામ ફિલ્મ નિર્માતાઓની પહેલી પસંદ છે. કાર્તિક હાલમાં ‘પતિ પત્ની ઓર વો’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તાજેતરના ઇન્ટરવ્યૂમાં કાર્તિકને વરુણ ધવન, આયુષ્માન ખુરાના અને અર્જુન કપૂર સાથેની સ્પર્ધા વિશે પૂછવામાં આવ્યું હતું.

Related image

ઇન્ટરવ્યુમાં કાર્તિકે કહ્યું – વરુણ ધવન, આયુષ્માન ખુરના અને અર્જુન કપૂર સાથે તેની કોઈ સ્પર્ધાની લાગણી નથી. કાર્તિકે કહ્યું – વરુણ, અર્જુન અને આયુષ્માનની યાત્રા મારાથી ઘણી અલગ છે. પરંતુ અમારા બધામાં એક વસ્તુ સમાન છે. તે છે સખત મહેનત.

Image result for kartik aaryan varun dhawan

કાર્તિકે કહ્યું- અમે બધાં અલગ અલગ ફિલ્મો કરી રહ્યા છીએ. અમે બધા સખત મહેનતમાં માનીએ છીએ. આ એક એવી વસ્તુ છે જે અમને બધાને જોડી રાખે છે. અમારું કાર્ય એક બીજાને પ્રોત્સાહિત કરે છે.

Image result for kartik aaryan ayushman khurana arjun kapoor

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન હાલમાં ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ નું શૂટિંગ કરી રહ્યો છે. અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવવા જઇ રહ્યા છે. આ સિવાય તે ‘દોસ્તાના 2’ અને ‘ભૂલ ભૂલાઇ 2’ માં જોવા મળશે.

Image result for kartik aaryan ayushman khurana arjun kapoor

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.