Not Set/ કેટરીના કૈફ કરશે આ સાઉથ સુપરસ્ટાર સાથે રોમાંસ!

મુંબઇ, બોલિવૂડની અભિનેત્રી કેટરીના કૈફ હાલ ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે કેટરીના કૈફ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથેની એક ફિલ્મ કરી શકે છે. મહેશ બાબુ તેમની આગામી ફિલ્મ ‘મહર્ષિ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ મૂવી એપ્રિલમાં રિલીઝ થવાની છે. તો આ સિવાય મહેશ બાબુ દિગ્દર્શક સુકુમાર સાથેની બીજી ફિલ્મની […]

Uncategorized Entertainment
kii 1 કેટરીના કૈફ કરશે આ સાઉથ સુપરસ્ટાર સાથે રોમાંસ!

મુંબઇ,

બોલિવૂડની અભિનેત્રી કેટરીના કૈફ હાલ ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે કેટરીના કૈફ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથેની એક ફિલ્મ કરી શકે છે.

મહેશ બાબુ તેમની આગામી ફિલ્મ ‘મહર્ષિ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ મૂવી એપ્રિલમાં રિલીઝ થવાની છે. તો આ સિવાય મહેશ બાબુ દિગ્દર્શક સુકુમાર સાથેની બીજી ફિલ્મની તૈયારીમાં છે અને તેની તૈયારી જોર શોરથી ચાલી રહી છે.

Image result for mahesh babu katrina kaif

અહેવાલો અનુસાર, ફિલ્મ હજુ સ્ક્રીપ્ટિંગ તબક્કામાં છે અને  ફિલ્મનું કાસ્ટિંગ ચાલુ છે. આ ફિલ્મમાં મહેશ બાબુની અપોજિટ કેટરીના કૈફને કાસ્ટ કરવાની તૈયાર કરવામાં આવી રહી છે.

Image result for mahesh babu

ફિલ્મ મેકર્સે કેટરીનાને ફાઈનલી ફિલ્મમાં અપ્રોચ કરવાનું મન બનાવી લીધું છે. જો કેટરીના કૈફે ફિલ્મ નિર્માતાઓના આ પ્રોજેક્ટને હા પાડી, તો તે તેની કારકિર્દીની ત્રીજી તેલુગુ ફિલ્મ હશે. આ પહેલા, કેટરીનાએ વેંકટેશ દગ્ગુબાતીના સાથે, ‘માલિસવરી’ અને ‘નંદામુરી બાલકૃષ્ણાના સાથે ‘અલ્લારી પીદુગું’ નામની ફિલ્મો કરી ચુકી છે.