Not Set/ અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ હેરાફેરી-3 માટે તૈયાર

મુંબઇ, હેરાફેરી સીરીઝની ફિલ્મ જોવાની દર્શકોએ ખૂબ મજા માણી હશે. અને હવે દર્શકો હેરાફેરી-3 આગામી મહિનાઓમાં જોઈ શકશે. કારણ કે બહુ ઝડપથી હેરાફેરી-3નું શૂટિંગ શરૂ થવાનું છે.  આ બાબત જણાવી છે જાણીતા ડિરેક્ટર ઇન્દ્ર કુમારે. ઇન્દ્રકુમારે જણાવ્યું હતું કે તેઓ ઝડપથી ફિલ્મની સ્ક્રિપટ અંગે કામ શરૂ કરશે. કારણ કે અત્યાર સુધી તેઓ ટોટલ ધમાલમાં વ્યસ્ત હતા. […]

Uncategorized
bq 4 અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ હેરાફેરી-3 માટે તૈયાર

મુંબઇ,

હેરાફેરી સીરીઝની ફિલ્મ જોવાની દર્શકોએ ખૂબ મજા માણી હશે. અને હવે દર્શકો હેરાફેરી-3 આગામી મહિનાઓમાં જોઈ શકશે. કારણ કે બહુ ઝડપથી હેરાફેરી-3નું શૂટિંગ શરૂ થવાનું છે.  આ બાબત જણાવી છે જાણીતા ડિરેક્ટર ઇન્દ્ર કુમારે.

ઇન્દ્રકુમારે જણાવ્યું હતું કે તેઓ ઝડપથી ફિલ્મની સ્ક્રિપટ અંગે કામ શરૂ કરશે. કારણ કે અત્યાર સુધી તેઓ ટોટલ ધમાલમાં વ્યસ્ત હતા. જોકે હવે ફિલ્મ હિટ થઈ જતા તેઓ  નચિંત થઈ ગયા છે. અને હેરાફેરીના પ્રોજેક્ટને આગળ ધપાવશે.

અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની તિકડી ફરીથી સ્ક્રિન પર જોવા મળશે. ઇન્દ્રકુમારે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્મ માટે સ્પેશિયલ ઇફેક્ટ તેમજ વીએફ એક્સનો પણ ઉપયોગ કરશે. અને અમે બધા  હેરાફેરીની આ ફ્રેન્ચાઇઝીને આવકારવા માંગીએ છીએ.

હાલમાં ઇન્દ્ર કુમાર ડિરેકટર તરીકે ટોટલ ધમાલની સફળતાનો આનંદ માણી રહ્યા છે. અને નવા ઉત્સાહથી નવા પ્રોજેકટને આગળ ધપાવવા તૈયાર છે. તેમની ફિલ્મ 100 કરોડની કલબમાં સ્થાન પામવાની  તૈયારીમાં છે.