Not Set/ કુમકુમ ભાગ્યમાં આવશે ટ્વિસ્ટ: દર્શકોના શ્વાસ થઈ જશે ઉંચા

મુંબઇ, ટેલિવિઝનના શો કુમકુમ ભાગ્ય શોએ છેલ્લા પાંચ વર્ષોથી દર્શકોમાં જમાવટ કરી છે તેમજ શોનાલીડ કેરેક્ટર અભિ અને પ્રજ્ઞા પણ દર્શકોના દિલમાં રાજ કરે છે જોકે હવે શોમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે તે વાત નક્કી છે. ટેલિવૂડના સૂત્રોના જણાવ્યા અનુસાર આ શોની એક નવી જર્ની શરૂ થશે. અને શોમાં 20 વર્ષનો ટ્વિસ્ટ દર્શાવવામાં આવશે.જેમાં મહેરા પરિવારની […]

Uncategorized
rre 5 કુમકુમ ભાગ્યમાં આવશે ટ્વિસ્ટ: દર્શકોના શ્વાસ થઈ જશે ઉંચા

મુંબઇ,

ટેલિવિઝનના શો કુમકુમ ભાગ્ય શોએ છેલ્લા પાંચ વર્ષોથી દર્શકોમાં જમાવટ કરી છે તેમજ શોનાલીડ કેરેક્ટર અભિ અને પ્રજ્ઞા પણ દર્શકોના દિલમાં રાજ કરે છે જોકે હવે શોમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે તે વાત નક્કી છે.

ટેલિવૂડના સૂત્રોના જણાવ્યા અનુસાર આ શોની એક નવી જર્ની શરૂ થશે. અને શોમાં 20 વર્ષનો ટ્વિસ્ટ દર્શાવવામાં આવશે.જેમાં મહેરા પરિવારની નવી પેઢી જોવા મળશે. જે અભિ અને પ્રજ્ઞાની ટ્વિન્સ દીકરીઓ હશે.

Image result for kumkum bhagya

આ દીકરીઓના નામ છે રેહા અને પ્રાચી. જોકે આ નવા ટ્રેકમાં પણ તનુ પોતાનો બદલો લેવાનો ચાલુ રાખશે અને તેને સાથ આપશે કિંગ સિઁઘ એટલે કે મિશેલ રહેજા. પ્રજ્ઞા બે દીકરીઓને જન્મ આપશે. પ્રાચી અને રેહા.જોકે પોતાની જોડકી બાળકીઓ સાથેનો ખુશખુશાલ સમય પ્રજ્ઞા કેટલો માણી શકે છે તે તો આગળ ઉપર જ ખબર પડશે.

Related image

લીપ બાદ શોમાં અભિ,પ્રજ્ઞા તેમજ તેની ટ્વિન દીકરીઓ પ્રાચી અને રેહા પર ફોક્સ કરવામાં આવશે.બંને બહેનો જોડકી છે પરંતુ તેમના સ્વભાવ ઘણા અલગ છે. પ્રાચી તેની મમ્મી પ્રજ્ઞા જેવી સરળ છે જ્યારે રેહા પિતાની જેમ તેની લકઝરી શો ઓફ કરતી જોવા મળશે. પ્રાચી અને રેહા તરીકે શોમાં નવા પાત્રો પણ જોવા મળશે તે નક્કી.