મુંબઇ,
અભિનેતા અનિલ કપૂરની ભત્રીજી તથા સોનમની કઝીન અને અભિનેતા સંજય કપૂર અને મહિપ સંધૂની દીકરી શનાયા કપૂર હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. શનાયા ઇન્સ્ટાગ્રામ પર ઘણી જાણીતી છે. અને હવે તે ખૂબ જલદી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. જોકે તે અભિનેત્રી તરીકે નહીં પરંતુ કે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં ઝંપલાવી રહી છે. આ બાબતની જાણ શનાયાના વાલી સંજય કપૂર તેમજ મહિપ સંધૂએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જ કરી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામમાં લખ્યું હતું કે “All the best Shanaya #newbeginnings #newjourney,”
સંજ્ય કપૂરે પોસ્ટ લખવાની સાથે સાથે પોતાની દીકરી સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. તો માતા મહિપ સંધૂએ લખ્યું હતું કે મારી દીકરી બે અઠવાડિયા માટે લખનૌ જઈ રહી છે. મહિપે તેણે નવી જર્ની માટે શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે “My baby’s gone to Lucknow for 2 weeks #MissYouAlready #AssistantDirectorsLife #LoveYou @shanayakapoor02 #ProudMama,”
શનાયાના અન્ય કઝીન સોનમ, જ્હાન્વી, અર્જુન સારા અભિનેતા –અભિનેત્રી તરીકે ઓળખ મેળવી ચૂક્યા છે તો અનિલ કપૂર પણ શનાયા માટે સફળતાનું મોટું ઉદાહરણ છે. સોનમ તથા અર્જુને પણ પોતાની કારર્કિર્દી આસિસ્ટન્ટ ડિરેક્ટરથી શરૂ કરી હતી. સોનમ કપૂરે સંજય લીલા ભણસાલીને બ્લેક મૂવિ માટે તો અર્જુને નિખિલ આડવાણીને કલ હો ન હોમાં આસિસ્ટ કર્યા હતા ત્યાર બાદ એક્ટિગમાં
ડેબ્યૂ કર્યું હતું. હવે શનાયા શું કરે છે તે જોવાનું રહ્યું.શનાયા અવારનવાર ચંકી પાંડેની દીકરી અને તેની મિત્ર અનન્યા પાંડે તેમજ શાહરૂખની દીકરી સુહાના સાથે જોવા મળતી હોય છે.