Not Set/ પાક.કલાકારોને બોલિવૂડમાં કામ નહીં મળે, એસોસિએશને લગાવ્યો પ્રતિબંધ

મુંબઇ, પુલવામાં આતંકવાદી હુમલાના વિરોધમાં ફેડરશન ઓફ વેર્સ્ટન ઇન્ડિયા સિને એમ્પલોઇ દ્વારા પાકિસ્તાની કલાકારોને કામ આપવા મુદ્દે પ્રતિબંધની અપીલ કરવામાં આવી છે. FWICEના મુખ્ય સલાહકાર અશોક પંડિતે જણાવ્યું હતું કે જે ફિલ્મ નિર્માતા પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવા માટે દબાણ કરશે FWICE તેના પર પ્રતિબંધ લગાવશે. દરમિયાન 24 ફિલ્મ સંગઠનોએ ગોરેગાંવ ફિલ્મ સિટીમાં વિરોધ પ્રર્દશન […]

Entertainment
rre 4 પાક.કલાકારોને બોલિવૂડમાં કામ નહીં મળે, એસોસિએશને લગાવ્યો પ્રતિબંધ

મુંબઇ,

પુલવામાં આતંકવાદી હુમલાના વિરોધમાં ફેડરશન ઓફ વેર્સ્ટન ઇન્ડિયા સિને એમ્પલોઇ દ્વારા પાકિસ્તાની કલાકારોને કામ આપવા મુદ્દે પ્રતિબંધની અપીલ કરવામાં આવી છે. FWICEના મુખ્ય સલાહકાર અશોક પંડિતે જણાવ્યું હતું કે જે ફિલ્મ નિર્માતા પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવા માટે દબાણ કરશે FWICE તેના પર પ્રતિબંધ લગાવશે. દરમિયાન 24 ફિલ્મ સંગઠનોએ ગોરેગાંવ ફિલ્મ સિટીમાં વિરોધ પ્રર્દશન કર્યું હતું.

જેમાં અમિતાભ બચ્ચન તથા ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ સહિતની સેલિબ્રિટી ઉપસ્થિત રહી હતી. અશોક પંડિતે જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક  લોકો ટેલેન્ટ માટે પાકિસ્તાનના કલાકારો તરફ જોતા હોય છે.જોકે હવે આ બંધ કરવું પડશે.

FWICE દ્વારા આતંકવાદી હુમલાના વિરોધમાં ફિલ્મ સિટીના ગેટ પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારે બ્રહ્માસ્ત્ર ફિલ્મનું શૂટિંગ કરી રહેલા અમિતાભ બચ્ચન, તેમજ વિરેન્દ્ર સહેવાગ, હરભજન સિંહ, સુરેશ રૈના તેમજ વીવીએસ લક્ષ્મણે સ્વેચ્છાએ બે કલાક કામ બંધ રાખ્યું હતું.

આ ચાર પૂર્વ ક્રિકેટર એક એડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. સહેવાગે જણાવ્યું હતું કે આપણા સૈનિકો માટે આપણે જે પણ કરીએ તે ઓછું છે. તો હરભજન સિંહે જણાવ્યું હતું કે શહીદોનું બલિદાન નિરર્થક નહીં જાય. ક્રિકેટર અને અભિનેતા કોઈ હીરો નથી પરંતુ સાચા હીરો આપણા સૈનિકો છે.