બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ભલે સ્ક્રીનથી દૂર હોય પરંતુ તેની ફેન ફોલોઈંગ હજુ પણ જબરદસ્ત છે. તેની સાથે સંબંધિત કોઈ પણ મુદ્દો હોય, તે હંમેશા ચર્ચામાં આવે છે. હાલમાં જ સુષ્મિતાએ પોતાના નવા લૂકની તસવીરો શેર કરીને પોતાની સર્જરી વિશે ખુલાસો કર્યો છે. આ સાથે તેણે કહ્યું કે- લાગે છે કે મારો પુનર્જન્મ થયો છે.
આ પણ વાંચો :કીર્તિદાન ગઢવીની વધુ એક કીર્તિ, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગે.ના બન્યા બ્રાન્ડ એમ્બેસેડેર
ગયા શુક્રવારે જ સુષ્મિતાએ પોતાનો 46મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પછી, તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને લખ્યું – પ્રેમ કરનારા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મારા પર આટલો પ્રેમ અને આશીર્વાદ વરસાવવા બદલ હું તમારા બધાનો આભાર માનું છું. આ જન્મદિવસને વધુ ખાસ બનાવ્યો. આ જન્મદિવસે મારો ફરીથી જન્મ થયો છે.
સુષ્મિતાએ આગળ લખ્યું- ‘મારી 16 નવેમ્બરે સર્જરી થઈ હતી અને હું દરેક દિવસે સારી થઈ રહી છું. મને તમારા તરફથી ખુશીની શક્તિ અને પ્રેમની શક્તિ મળી રહી છે. આવવા દો’. ‘મારા 46માં જન્મદિવસ પર, મારા સ્વાસ્થ્યની કેટલી નવી શરૂઆત છે અને એક નવો લુક પણ. રાહ જોવા માટે ઘણું બધું છે, સૌથી મોટી ભેટ જીવંત રહેવું છે.
આ પણ વાંચો :21મી નવેમ્બરે સદાકાળ ગુજરાત કાર્યક્રમનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે ઉદ્ઘઘાટન થશે
બીજી પોસ્ટમાં સુષ્મિતાએ પોતાનો નવો લુક પણ બતાવ્યો છે. આ ફોટોમાં તે સનગ્લાસ, જેકેટ અને પિંક ટોપમાં જોવા મળી રહી છે. જણાવી દઈએ કે સુષ્મિતા તેના કરતા લગભગ 15 વર્ષ નાના મોડલ રોહમન શોલને ડેટ કરી રહી છે. એવા પણ સમાચાર છે કે આ બંને જલ્દી લગ્ન કરી લેશે, પરંતુ અત્યાર સુધી અભિનેત્રીએ આ મામલે કંઈ કહ્યું નથી.
આ પણ વાંચો :આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના 32 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરતા અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો , નોટિસ પણ
આ પણ વાંચો :ગીફ્ટ સિટી ખાતે આગામી સમયમાં સ્ટોક અને બુલિયન એક્સચેન્જ કાર્યરત થશે : નિર્મલા સિતારામણ
આ પણ વાંચો : યુવતીએ સંસ્થાના ટ્રસ્ટીને વોટ્સએપ મેસેજ કરી જણાવ્યુ હતું કે…