મુંબઈ
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની જેમ, એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ ઇટાલીમાં લગ્ન કરી શકે છે. સૂત્રોના અનુશાર જાણવા મળી રહ્યું છે કે રણવીર અને દીપિકા આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના છે અને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ઇટાલીમાં લગ્નની ઘણી શક્યતાઓ છે. 5 વર્ષનાં સંબંધો પછી પણ, રણવીર અને દીપિકા ખુલીને પોતાના સંબંધો વિશે કંઇક કહેતા નથી.
શરૂઆતમાં રણવીર અને દીપિકાએ ઓક્ટોબરમાં લગ્નની વાત જાણવા મળી હતી અને હવે નવા અહેવાલો અનુસાર તેઓ નવેમ્બરમાં લગ્ન કરી શકે છે. જાણવા મળેલ મુજબ દીપિકા અને રણવીર મીડિયા નથી માંગતા. શરૂઆતમાં એવા સમાચાર હતા કે સ્વિટ્ઝર્લેન્ડની સરકાર ઇચ્છે છે કે તે બંને ત્યાં લગ્ન થાય. આ પાછળનું કારણ એ છે કે રણવીર સિંહ સ્વિઝ ટ્યુરીઝ્મના બ્રાન્ડ એમ્બેસેડર છે.
વર્ક ફ્રન્ટ અંગે વાત કરીએ તો રણવીર સિંહને ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ અને જોયા અખ્તરની ડિરેક્ટર ‘ગલી બોય’ માં જોવામાં આવશે. જ્યાં સુધી દીપિકા પાદુકોણેની ફિલ્મ વિશે વાત કરીએ તો ‘પદ્માવત’ પછી, દીપિકાએ તેના હાથમાં કોઈ પ્રોજેક્ટ લીધો નથી. એવું કહેવાય છે કે દીપિકા તેના લગ્નની તારીખોને સલામત રાખવા માંગે છે.