Not Set/ ચૂંટણી સમયે રાજકારણમાં દાખલ થતા સિતારાઓના શું છે હાલ, જાણો અહીં

તાજેતરમાં જાણીતી અભિનેત્રી ઉર્મિલા માંતોડકર કોંગ્રેસમાં સામેલ થઈ. અને ચૂંટણી સુધીમાં ઘણા  સિતારાઓ રાજકારણમાં ઝંપલાવશે. જોકે એકવાર રાજકારણમાં આવ્યા બાદ કેટલાક સિતારા સફળ થાય છે કે નહીં તે જોવાનો વિષય છે. વર્ષ 2014ની વાત કરીએ તો જુદા જુદા 19-20 જેટલા સિતારા જુદી જુદી પાર્ટીઓમાં જોડાયા  હતા.  જેમાંથી માત્ર 10 જ અભિનેતા સંસદમાં આવ્યા. 10માંથી 6 […]

Entertainment
urmila mantodkar ચૂંટણી સમયે રાજકારણમાં દાખલ થતા સિતારાઓના શું છે હાલ, જાણો અહીં

તાજેતરમાં જાણીતી અભિનેત્રી ઉર્મિલા માંતોડકર કોંગ્રેસમાં સામેલ થઈ. અને ચૂંટણી સુધીમાં ઘણા  સિતારાઓ રાજકારણમાં ઝંપલાવશે. જોકે એકવાર રાજકારણમાં આવ્યા બાદ કેટલાક સિતારા સફળ થાય છે કે નહીં તે જોવાનો વિષય છે. વર્ષ 2014ની વાત કરીએ તો જુદા જુદા 19-20 જેટલા સિતારા જુદી જુદી પાર્ટીઓમાં જોડાયા  હતા.  જેમાંથી માત્ર 10 જ અભિનેતા સંસદમાં આવ્યા. 10માંથી 6 બીજેપીના સાંસદ, 2 તૃણમૂલ કોંગ્રેસના તથા 1 સાંસદ લોક જનશક્તિ પાર્ટીના અને એક સાંસદ આમ આદમી પાર્ટીમાંથી હતા.

જોકે સંસદમાં હાજરીની વાત આવે તો આ અભિનેતાઓ નબળા પડે છે. સિતારાઓની સામાન્ય હાજરી માત્ર  81 ટકા રહી હતી. વળી તેઓ સવાલ પૂછવામાં અને  ચર્તામાં પણ પાછળ રહેતા હતા.   બાંગ્લા ફિલ્મના સુપરસ્ટાર દીપક દેવ મહાજની હાજરી  11 ચટકા હતી તો  2014-2019 સુધીમાં હેમા માલિનીની હાજરી માત્ર 39 ટકા હતી.

તો  સાંસદ પરેશ રાવલની હાજરી સંસદમાં  66 ટકા હતી પરંતુ તેમના મત વિસ્તારમાં તેઓ ખોવાઈ ગયા હોવાના બેનર લાગ્યાના દાખલા છે. શત્રુધ્ન સિન્હાની હાજરી  67 ટકા હતી પરંતુ તેઓ સવાલો પૂછવામાં ખામોશ જ રહ્યા હતા. તેમણે આટલા સમયમાં માત્ર  293 સવાલો કર્યા હતા. હેમા માલિનીએ  17-18 ચર્ચામાં તો પરેશ રાવલે માત્ર  8 ચર્ચામાં ભાગ લીધો હતો.

જોકે હેમામાલિની ફરી એક વાર મથુરાથી બીજેપી સાસંદ તરીકે ચૂંટણી લડવાના છે તો  અન્ય અભિનેતા અને અભિનેત્રીઓ રાજકારણમાં કેટલાં સફળ થાય છે તે જોવું રહ્યું .આ વખતે  ઉર્મિલા માંતોડકર, જ્યાપ્રદા તેમજ ક્રિકેટર ગૌતમ ગંભીરનો રાજકારણમાં પ્રવેશ થયો છે.