Not Set/ IPL 2019: આજે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે ટક્કર, હોમગ્રાઉન્ડ પર સનરાઇઝર્સનો દબદબો અકબંધ

નવી દિલ્હી, આઇપીએલની સીઝન 12 નો આઠમો મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આઈપીએલ સિઝન-12માં બંને ટીમો માટે આ બીજી મેચ છે. અગાઉ રમાયેલી એક-એક મેચમાં બંને ટીમોએ પરાજયનો સામનો કર્યો છે. બંને ટીમો વચ્ચે અત્યારસુધી કુલ 9 મેચ રમાઇ છે જેમાંથી હૈદરાબાદ 5 મેચ જીતી […]

Uncategorized
SRH RR IPL 2019: આજે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે ટક્કર, હોમગ્રાઉન્ડ પર સનરાઇઝર્સનો દબદબો અકબંધ

નવી દિલ્હી,

આઇપીએલની સીઝન 12 નો આઠમો મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આઈપીએલ સિઝન-12માં બંને ટીમો માટે આ બીજી મેચ છે. અગાઉ રમાયેલી એક-એક મેચમાં બંને ટીમોએ પરાજયનો સામનો કર્યો છે. બંને ટીમો વચ્ચે અત્યારસુધી કુલ 9 મેચ રમાઇ છે જેમાંથી હૈદરાબાદ 5 મેચ જીતી ચૂક્યું છે. આજે થનારી મેચ હોમગ્રાઉન્ડ પર હોવાથી હૈદરાબાદનું પલડું ભારે રહેશે તેવું કહી શકાય.

બંને ટીમો પહેલો મુકાબલો હારી ચૂકી છે

બન્ને ટીમો જ્યારે તેનો પહેલો મેચ હારી ચૂકી છે ત્યારે આ મેચ બન્ને ટીમો માટે ખૂબ જ અગત્યનો બની રહેશે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર હૈદરાબાદનો સર્વોચ્ચ સ્કોર 209 રનનો રહ્યો છે જ્યારે રાજસ્થાન રોયલ્સનો સર્વાધિક સ્કોર 125 રનનો રહ્યો છે. રાજસ્થાન રોયલ્સની આ સીઝનની પહેલી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ સામે થઇ હતી જેમાં તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઇઝર્સની પહેલી મેચ કોલકાતા સામે રમાઇ હતી. જેમાં તેઓની હાર થઇ હતી.

બંને ટીમો

રાજસ્થાન રોયલ્સઃ અજિંક્ય રહાણે(કેપ્ટન), જોસ બટલર(વિકેટકિપર), સ્ટિવ સ્મિથ, સંજૂ સેમસન, બેન સ્ટોક્સ, કૃષ્ણપ્પા ગૌતમ, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, ધવલ કુલકર્ણી, વરૂણ અરોન, મનન વોહરા, આર્યમન બિરલા, શશાંક સિંહ, લિયામ લિવિંગસ્ટોન, રિયાન પરાગ, સ્ટુઅર્ટ બિન્ની, શુભમ રંજાને, મહિપાલ લોમરોલ, પ્રશાંત ચોપડા, ઈશ સોઢી, ઓશાને થોમસ, સુધીસન મિથુન.

સનરાઈઝર્સ હૈદરાબાદઃ ભુવનેશ્વર કુમાર(કેપ્ટન), મનીષ પાંડે, માર્ટિન ગુપ્ટિલ, રિકી ભુઈ, ડેવિડ વૉર્નર, દીપક હુડા, મોહમ્મદ નબી, યૂસુફ પઠાણ, શાકિબ અલ હસન, અભિષેક શર્મા, વિજય શંકર, શ્રીવત્સ ગોસ્વામી, જોની બેયર્સ્ટો, રિધ્ધિમાન સાહા, સિદ્દાર્થ કૌલ, ખલીલ અહમદ, રાશિદ ખાન, બાસિલ થમ્પી, બિલી સ્ટેનલેક, ટી નટરાજન, સંદીપ શર્મા, શાહબાજ નદીમ.