મુંબઇ,
અત્યારે બોલિવૂડની જાણીતી અભિનેત્રી ધક ધક ગર્લ માધુરી દીક્ષિત દિવગંત અભિનેત્રી શ્રીદેવીને ટ્રિબ્યુટ આપવાની જબરદસ્ત તૈયારી કરી રહી છે. આ માટે માધુરી લક્સ ગોલ્ન રોઝ એવોર્ડના ત્રીજા સંસ્કરણમાં પરફોર્મ કરવાની છે. વર્ષનો આ સમારોહ આવતીકાલે રવિવારે યોજાવા જઈ રહ્યો છે અને આ સંયુક્ત રાષ્ટ્રના હીફોરશી કોઝને પોતાનુ સમર્થન આપશે.

આ એવોર્ડનું ખાસ આકર્ષણ માધુરીના શ્રીદેવીને ટ્રિબ્યુટ પર રહેશે. માધુરી મહાન અભિનેત્રી શ્રીદેવીને ખાસ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપશે. ગોલ્ડન રોઝ એવોર્ડમાં માધુરી દીક્ષિત શ્રીદેવીના સુપરહિટ ગીતો પર પરફોર્મ કરતી નજરે પડશે. આ દરમિયાન બોલીવુડ જગતની ઘણી જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.

મહત્વનું છે કે, પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવાતી અભિનેત્રી શ્રીદેવી ચાલુ વર્ષે 24 ફેબ્રુઆરીની રાત્રે આ દુનિયાને અલવિદા કહી દીધુ હતું. દુબઈમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચેલ શ્રીદેવીનું હોટલના રુમમાં નિધન થયુ હતું. જેના ત્રણ દિવસ બાદ તેનો પાર્થિવ દેવ ભારત લાવવામાં આવ્યો હતો. શ્રીદેવીના નિધનથી બોલિવૂડજગતના લોકો હેરાન રહી ગયા હતા તો તેના પ્રશંસકો આ સમાચાર સાંભળતા જ શોકમાં ઘરકાવ થઈ ગયા હતા.
