Not Set/ #MeToo ઇફેક્ટ : પોપ્યુલર વેબસીરીઝ સેક્રેડ ગેમ્સ પડતી મુકાશે

મુંબઇ અભિનેતા નવાઝુદ્દીનને મુંબઇની અંધારી આલમના દાદા તરીકે રજૂ કરતી સુપરહિટ વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સની સિક્વલ પડતી મૂકાય એવી શક્યતા હોવાની માહિતી મળી છે. આ સિરિઝ નેટફ્લીક્સ દ્વારા બનાવાયેલી પહેલી ભારતીય વેબ સિરિઝ હતી જેમાં સૈફ અલી ખાને પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો. નવાઝુદ્દીને કહ્યુ હતું કે આ સિરિઝના મારા પાત્રે મને રાતોરાત દુનિયાભરમાં જાણીતો […]

Trending Entertainment
tete #MeToo ઇફેક્ટ : પોપ્યુલર વેબસીરીઝ સેક્રેડ ગેમ્સ પડતી મુકાશે

મુંબઇ

અભિનેતા નવાઝુદ્દીનને મુંબઇની અંધારી આલમના દાદા તરીકે રજૂ કરતી સુપરહિટ વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સની સિક્વલ પડતી મૂકાય એવી શક્યતા હોવાની માહિતી મળી છે.

આ સિરિઝ નેટફ્લીક્સ દ્વારા બનાવાયેલી પહેલી ભારતીય વેબ સિરિઝ હતી જેમાં સૈફ અલી ખાને પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો. નવાઝુદ્દીને કહ્યુ હતું કે આ સિરિઝના મારા પાત્રે મને રાતોરાત દુનિયાભરમાં જાણીતો કરી દીધો હતો.

Related image

આ સિરિઝનું ડાયરેક્શન કરનારા વિકાસ બહલ અને સ્ક્રીપ્ટ રાઇટર વરુણ ગ્રોવર સામે સ્ત્રીઓ જોડે ગેરવર્તન કરવાના આક્ષેપો થયા છે. આ સિરિઝ ફેન્ટમ ફિલ્મ્સના નેજા તળે બની હતી જેમાં વિકાસ બહલ પણ એક ભાગીદાર હતો.

જો કે ગયા પખવાડિયે આ કંપનીનું વિસર્જન થઇ ગયું હતું અને ચારે ભાગીદારો વિક્રમાદિત્ય મોટવાની, મધુ મન્ટેના, અનુરાગ કશ્યપ અને વિકાસ બહલ છૂટા પડી ગયા હતા. પરંતુ વિકાસ પર એક કરતાં વધુ મહિલાઓએ કરેલા આક્ષેપને ધ્યાનમાં રાખીને નેટફ્લીક્સ અને સિરિઝના સર્જકોએ સેક્રેડ ગેમ્સની સિક્વલનો વિચાર પડતો મૂક્યો હોવાની માહિતી મળી હતી.