Not Set/ દશેરા પહેલા ‘રાવણ’ના અવતારમાં જોવા મળ્યો સૈફ અલી ખાન, જુઓ લાલ કપ્તાનનું નવું પોસ્ટર

મુંબઈ, બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની આગામી ફિલ્મ ‘લાલ કપ્તાન’ નું નવું પોસ્ટર સામે આવ્યું છે, જેમાં સૈફ ‘રાવણ’ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટર દશેરાના એક દિવસ પહેલા જ બહાર પાડવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સૈફ એકદમ અલગ અવતારમાં છે. તે એક નાગા સાધુની ભૂમિકા નિભાવી રહ્યો છે, જેમાં તે પહેલાં ક્યારેય કોવા […]

Uncategorized
aaaaaaaa 8 દશેરા પહેલા 'રાવણ'ના અવતારમાં જોવા મળ્યો સૈફ અલી ખાન, જુઓ લાલ કપ્તાનનું નવું પોસ્ટર

મુંબઈ,

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની આગામી ફિલ્મ ‘લાલ કપ્તાન’ નું નવું પોસ્ટર સામે આવ્યું છે, જેમાં સૈફ ‘રાવણ’ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટર દશેરાના એક દિવસ પહેલા જ બહાર પાડવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સૈફ એકદમ અલગ અવતારમાં છે. તે એક નાગા સાધુની ભૂમિકા નિભાવી રહ્યો છે, જેમાં તે પહેલાં ક્યારેય કોવા મળ્યો નથી.

પોસ્ટરમાં સૈફ કપાળ પર લાલ ટીકા અને આંખોમાં ડાર્ક કાજલ લગાવેલો  જોવા મળી રહ્યો છે. તેના વાળ પાછળની બાજુ બાંધેલા છે અને તેનો ચહેરા પર રાખ લગાવમાં આવી છે. ‘લાલ કપ્ટન’ નું દિગ્દર્શન નવદીપ સિંહે કર્યું છે, જેણે અગાઉ ‘એનએચ 10’ પણ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 18 ઓક્ટોબર 2019 ના રોજ રીલિઝ થશે.

ફિલ્મના પોસ્ટરને શેર કરતી વખતે પ્રખ્યાત નિર્દેશક આનંદ એલ રાયએ કેપ્શનમાં લખ્યું હતું, “હર રામનો તેમનો રાવણ, હર રામનો તેમના દશેરા.”

સૈફે અગાઉ કહ્યું છે કે આ ફિલ્મના શૂટિંગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. નાગા સાધુને વેશમાં રહેવું પણ સરળ નહોતું. મેકઅપમાં કેટલીકવાર 40 મિનિટ તો ક્યારેક બે કલાક લાગે છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા પણ મહત્વની ભૂમિકા નિભાવતી જોવા મળશે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 દશેરા પહેલા 'રાવણ'ના અવતારમાં જોવા મળ્યો સૈફ અલી ખાન, જુઓ લાલ કપ્તાનનું નવું પોસ્ટર