Not Set/ બોલીવૂડ/ અજય દેવગનની ફિલ્મ ‘ભૂજ’ થી બહાર થઇ પરિણીતી ચોપરા, આ કારણે મુવીને કહી ના

સુપરસ્ટાર અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘ભૂજ’ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓમાં ચાલી રહી હતી અને આ ફિલ્મમાં અભિનેત્રી પરિણીતી ચોપરાની એન્ટ્રીએ બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ હવે જે સમાચારો બહાર આવી રહ્યા છે તે સાંભળીને પણ તમે ખૂબ ચોંકી જશો. મળી રહેલી માહિતી મુજબ પરિણીતી ચોપરાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો છે. સમાચાર પર વિશ્વાસ કરીએ તો તારીખ […]

Uncategorized
Ajay Parineeti બોલીવૂડ/ અજય દેવગનની ફિલ્મ ‘ભૂજ’ થી બહાર થઇ પરિણીતી ચોપરા, આ કારણે મુવીને કહી ના

સુપરસ્ટાર અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘ભૂજ’ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓમાં ચાલી રહી હતી અને આ ફિલ્મમાં અભિનેત્રી પરિણીતી ચોપરાની એન્ટ્રીએ બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ હવે જે સમાચારો બહાર આવી રહ્યા છે તે સાંભળીને પણ તમે ખૂબ ચોંકી જશો. મળી રહેલી માહિતી મુજબ પરિણીતી ચોપરાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો છે. સમાચાર પર વિશ્વાસ કરીએ તો તારીખ ન હોવાને કારણે તેણે આ ઇનકાર કર્યો છે. તે લાંબા સમયથી તે વિશે વિચારણા કરી રહી હતી.

તેના લાખો પ્રયત્નો પછી પણ, જ્યારે તારીખોને લગતી સમસ્યા સમાપ્ત થઈ નથી, ત્યારે તેણે આ અજય દેવગન સ્ટારર ફિલ્મ છોડી દેવાનું મન બનાવ્યુ. તે આ ફિલ્મમાં ખૂબ જ સારા પાત્ર ભજવવાની હતી. આ પરિણીતી ચોપરાની આવનારી ફિલ્મો છે, જેના કારણે તેણે ફિલ્મ ભૂજ છોડી દીધી.

આ ફિલ્મ 1971 નાં ભારત-પાકિસ્તાન લોંગેવાલા યુદ્ધ પર આધારિત છે. ફિલ્મમાં, અજય દેવગન સ્કવાડ્રોન લીડર વિજય કાર્ણિકની ભૂમિકામાં દેખાશે, જે આ યુદ્ધ દરમિયાન ભૂજનાં એરફોર્સ બેઝનો હવાલો સંભાળતો હતો. જો કે 1971 ની કહાની બોર્ડરમાં બતાવવામાં આવી છે, પરંતુ આ ફિલ્મ એરફોર્સનાં સંઘર્ષને સામે રાખવા જઇ રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.