Not Set/ પ્યાર, ઇમોશન અને ફેમિલી ડ્રામા પર આધારિત છે The Sky is Pink નું ટ્રેલર

મુંબઈ, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શોનાલી દ્વારા દિગ્દર્શિત અને લખેલી ફિલ્મ સત્ય ઘટના પર આધારીત ધ સ્કાય ઇઝ પિંકનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ, રોહિત શારફ જેવા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મ આયેશા ચૌધરી અને તેના માતા-પિતાની સ્ટોરી પર આધારિત છે. ફિલ્મનું આ ટ્રેલર ખૂબ જ ભાવુક કરી ડે તેવું […]

Entertainment Videos
aaaaaaaaaaaaaaaaaam 17 પ્યાર, ઇમોશન અને ફેમિલી ડ્રામા પર આધારિત છે The Sky is Pink નું ટ્રેલર

મુંબઈ,

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શોનાલી દ્વારા દિગ્દર્શિત અને લખેલી ફિલ્મ સત્ય ઘટના પર આધારીત ધ સ્કાય ઇઝ પિંકનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ, રોહિત શારફ જેવા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મ આયેશા ચૌધરી અને તેના માતા-પિતાની સ્ટોરી પર આધારિત છે.

ફિલ્મનું આ ટ્રેલર ખૂબ જ ભાવુક કરી ડે તેવું છે. જેમાં રોમાંસ, ઇમોશન અને પારિવારિક પ્રેમ છે. ટ્રેલરની શરૂઆત ઝાયરા વસીમના અવાજથી થાય છે, જે તેની માતા અદિતિ ચૌધરી (પ્રિયંકા ચોપડા) અને પિતા નિરેન ચૌધરી (ફરહાન અખ્તર) ની લવ સ્ટોરી છે, જેમાં તે પોતાને વિલન તરીકે વર્ણવે છે.

ધ સ્કાય ઇઝ પિંકનું ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે આયેશા (ઝાયરા વસીમ) ને લંગ કેન્સર છે અને તેના માતાપિતા તેને બચાવવા માટે કેટલું કરે છે.

આપને જણાવી દઈએ કે ઝાયરા આયેશાની ભૂમિકામાં છે જ્યારે પ્રિયંકા અને ફરહાન તેના માતાપિતાની ભૂમિકામાં છે. આ ફિલ્મ આ વર્ષે 11 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

ધ સ્કાય ઇઝ પિંક 25 દેશોમાં રિલીઝ થશે. લાંબા સમય પછી, પ્રિયંકા આ ફિલ્મથી કમબેક કરી રહી છે. તો ત્યાં જ ઝાયરા વસીમની છેલ્લી ફિલ્મ છે કારણ કે તેણે બોલીવુડને અલવિદા કહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.