Not Set/ દિલ્હીની હોટલ તાજમાં થશે પ્રિયંકા-નિકનું રિસેપ્શન, આવી શકે છે PM મોદી

મુંબઇ, જોધપુરમાં લગ્નના બંધનમાં બંધાયા પછી સોમવારે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને હોલિવૂડ સ્ટાર નિક જોનસ દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં મંગળવારે બંનેનાં લગ્નની રિસેપ્શન પાર્ટી રાખવામાં આવ્યું છે. આ રિસેપ્શનમાં બોલિવૂડ સહિત અનેક જાણીતી હસ્તિઓનો સમાવેશ થવાની સંભાવના છે. તેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ છે. પ્રિયંકા અને નિકએ પીએમ મોદીને રિસેપ્શનમાં શામિલ થવા માટે […]

Uncategorized
ja 1 દિલ્હીની હોટલ તાજમાં થશે પ્રિયંકા-નિકનું રિસેપ્શન, આવી શકે છે PM મોદી

મુંબઇ,

જોધપુરમાં લગ્નના બંધનમાં બંધાયા પછી સોમવારે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને હોલિવૂડ સ્ટાર નિક જોનસ દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં મંગળવારે બંનેનાં લગ્નની રિસેપ્શન પાર્ટી રાખવામાં આવ્યું છે. આ રિસેપ્શનમાં બોલિવૂડ સહિત અનેક જાણીતી હસ્તિઓનો સમાવેશ થવાની સંભાવના છે. તેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ છે.

Image result for priyanka chopra nick jonas

પ્રિયંકા અને નિકએ પીએમ મોદીને રિસેપ્શનમાં શામિલ થવા માટે આમંત્રણ આપ્યું છે. પી.એમ. મોદી પહેલા આનાથી વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનમાં શામિલ થઇ ચુક્યા છે, એવું માનવામાં આવે છે કે તેઓ પોતાના બિઝી શેડ્યૂલમાંથી થોડો સમય નીકળીને રિસેપ્શનમાં આવી શકે છે.

Related image

આપને જણાવી દઈએ કે નિક અને પ્રિયંકાએ શનિવારે રાજસ્થાનના જોધપુરમાં ક્રિશ્ચયન રિતી-રિવાજથી લગ્ન કર્યા પછી બીજા દિવસે હિન્દુ રિતી-રિવાજથી લગ્ન કર્યા હતા. આ સ્ટાર કપલે લગ્ન માટે જોધપુર નો ઉમ્મેદ ભવન પેલેસ પસંદ કર્યો હતો.

Image result for priyanka chopra nick jonas

સોમવારે આ કપલ જોધપુરથી દિલ્હી પહોંચ્યા હતા.જોધપુર એરપોર્ટ પર પ્રિયંકા માંગમાં સીન્ધુર અને હાથમાં ચુડા સાથે ખુબ જ સુંદર લાગી રહી હતી. તો નિક જોનસ પણ તેના લૂકમાં ઘણો હેન્ડસમ લાગતો હતા. એરપોર્ટ પર નિક જોનસ ભારતીય અંદાજમાં બધાને નમસ્કાર કરતા જોવા મળ્યો હટતો. સાથે જ દેસી ગર્લ પ્રિયંકા પણ ફેન્સ અભિવાદન કરતા જોવા મળી હતી.

Image result for priyanka chopra nick jonas

કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિક આ પછી એક બીજી રિસેપ્શન પાર્ટી મુંબઈમાં આપશે. જોકે આ રિસેપ્શન ક્યારે હશે તે વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.