મુંબઇ
2018નું વર્ષ વેબ સીરીઝનું વર્ષ રહ્યું છે તેમ કહીએ તો ખોટું નહીં કહેવાય.આનું સ્પષ્ટ ઉદાહરણ ઘોલ નુ ટ્રેલર આપી રહ્યું છે. બોલ્ડ અભિનય માટે પ્રખ્યાત રાધિકા આપ્ટે અને માનવ કૌલની થ્રીલર વેબ સીરીઝ ઘોલ નું ટ્રેલર જોઈને, તમારા રુંવાટા ઊભા થઈ જશે. હોરર થ્રીલર વેબ સિરીઝ ઘોલ ને નેટફિલિક્સ પર રીલીઝ કરવામાં આવશે. આ વેબ સિરીઝનું પ્રથમ ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર છે કે, આ વેબ સીરીઝને શ્રેણીને ત્રણ ભાગમાં રિલીઝ કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, આ વેબ સીરીઝમાં માનવ કૌલ અને રાધિકા આપ્ટે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે આ વાર્તા કેસ સાથે સંબંધિત છે. જ્યાં રાધિકા આપ્ટે મિલીટ્રી અધિકારીની ભૂમિકામાં છે. તેનો પનારો એક કેદી સાથે પડે છે જે આ દુનિયાનો નથી. ત્યારબાદ શરૂ થાય સૌથી ડરામણી રમત ઘોલ ના નિર્માતા વિક્રમાદિત્ય મોટવાની છે અને તેમણે જણાવ્યું હતું કે વેબ સીરીઝ સ્કેર્ડ ગેમ્સ પછી, આ અમારો બીજો પ્રોજેક્ટ છે.
મહત્વપૂર્ણ છે કે, ઘોલ નો પ્રથમ ભાગ નેટફિલ્ક્સ પર 24 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
જુઓ વિડીયો
