Not Set/ રાખી સાવંતે આ રીતે આપી હોળીની શુભેચ્છા અને થઈ ગઈ ટ્રોલ 

મુંબઇ, રાખી સાવંત પાસે ભલે બોલિવૂડમાં કોઈ ફિલ્મ ન હોય, પરંતુ તે તેન હરકતોને કારણે હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. તે બી ટાઉનમાં આઇટમ ગર્લ તરીકે પ્રખ્યાત થઈ હતી. જોકે તે અવનવા કપડાં અને તેના વિચિત્ર પોશાકને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે અને તે અવારનવાર ટ્રોલ પણ થતી હોય છે. તાજેતરમાં જ રાખીએ તેના ફેન્સને હોળીના તહેવારની […]

Trending Entertainment Videos
AM 15 રાખી સાવંતે આ રીતે આપી હોળીની શુભેચ્છા અને થઈ ગઈ ટ્રોલ 

મુંબઇ,

રાખી સાવંત પાસે ભલે બોલિવૂડમાં કોઈ ફિલ્મ ન હોય, પરંતુ તે તેન હરકતોને કારણે હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. તે બી ટાઉનમાં આઇટમ ગર્લ તરીકે પ્રખ્યાત થઈ હતી. જોકે તે અવનવા કપડાં અને તેના વિચિત્ર પોશાકને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે અને તે અવારનવાર ટ્રોલ પણ થતી હોય છે.

તાજેતરમાં જ રાખીએ તેના ફેન્સને હોળીના તહેવારની શુભેચ્છા આપી છે. જોકે આ શુભેચ્છા આપવાની રીત એવી છે કે તમે હસ્યા વિના નહીં રહો

રાખીએ  પોતાના સોશ્યિલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.  જેમાં તે એક બીજી મહિલા સાથે  છે અને બંનેએ વ્હાઇઠ શઓર્ટસ, વ્હાઇઠ ટીશર્ટ પહેરી છે તેમજ બંનેને પીળા કલરના વાળની વીગ લગાવી છે અને બંનેએ  બ્લેક ચશ્મા તથા વ્હાઇટ શૂઝ પહેર્યા છે.

Instagram will load in the frontend.

રાખી  ગુલાલની થાળીથી કેમેરા સામે આરતી ઉતારે છે અને તેની દોસ્ત ડાન્સ કરવા લાગે છે. અને બંનેને એકબીજાની બેસ્ટી ગણાવે છે પછી આઇ લવ યૂ પણ બોલે છે અને એકબીજાને ગુલાલ લગાવીને સૌને હોળીની શુભેચ્છા આપે છે.

આ વીડિયો જોઇને યૂઝર્સે એક પછી એક ફની કમેન્ટ કરી છે.

એક યુઝર્સે તો લખ્યું છે કે આમને જોઇને ભૂત પણ ડરી જાય.