મુંબઇ
બોલીવુડ સ્ટાર રણબીર કપૂર હાલ ચર્ચામાં છવાયેલા છે. તેનું સૌથી પહેલું કારણ તેની ફિલ્મ ‘સંજુ‘ અને બીજું છે આલિયા ભટ્ટની સાથે વધતી જતી મિત્રતા છે. જણાવીએ કે તાજેતરમાં આપેલ એક ઈન્ટરવ્યુંમાં રણબીર કપૂરે આલિયા ભટ્ટની સાથેના અફેયર વિશે મૌન તોડ્યું હતું.
રણબીરે આલિયા ભટ્ટ પરના સંબંધોનો મોહર લગાવતા કહતું કે હા, આ બધું અત્યારે નવું છે અને હાલ હું આની પર વાત કરવા માંગતો નથી. આની પર વાત કરવા માટે થોડો સમય જોઇશે. આલિયાની હું એક્ટીંગ જોવું છું, કે રીયલ લાઇફમાં પણ તેને જોવું છું તો કે તે મને ઘણી પ્રેરણા આપે છે. અમારા બંને માટે આ નવું નવું છે, એટલે જે રંધાતું હોય તે રંધાવા દો.
રણબીર કપુરે એમ પણ કહ્યું હતું કે નવા પ્રેમની પળોનો તે કાયમ આનંદ માણતો હોય છે. નવો પ્રેમ નવી ઉત્સુકતા લઇને આવતો હોય છે. નવી વ્યક્તિ તમારા જીવનમાં આવતી હોય છે. જુના પ્રેમના દાવ નવા સ્વરૂપે બહાર આવતા હોય છે, જે એકદમ ચાર્મિંગ અને રોમેન્ટીક હોય છે. હવે હું સંબંધોનું મહત્વ વધારે આપું છું.
હાલમાં જ રણબીરની ફિલ્મ સંજુ ના ટ્રેલર લોન્ચ પર તેમના પ્રેમ જીવન વિશે જણાવ્યું હતું રણબીર કહ્યું કે તેની ઓછામાં ઓછી 10 ગર્લફ્રેન્ડ્સથી રહી હશે કેમ કે તેને પ્યાર કરવાનું પસંદ છે.
મહત્વનું છે કે, રણબીર સાથેના સંબંધ વિશે એક ટોક શોમાં આલિયા ભટ્ટે કહ્યું હતું કે, “રણબીર સાથેના રીલેશન માટે હું ના પણ નથી પાડતી અને હા પણ નથી કહી રહી.