Not Set/ રણવીર સિંહ રસ્તા પર કોને ગાળો બોલી રહ્યો છે…જુઓ વીડીયો

મુંબઇ ઘણીવાર રણવીર સિંહનો એક વીડીયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં તેઓ એક માણસને ઠપકો આપતા જોવા મળે છે.ઇન્ટરનેટ પર આ વીડીયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે. એક ટ્વિટર યુઝરે આ વીડીયો ક્લીપને શેર કરી છે અને અભિનેતા પર આરોપ લગાવ્યો છે કે તેઓએ તેમના સાથે ખરાબ વર્તન કર્યું છે. કેપ્શનમાં  યુઝરે  […]

Uncategorized
g રણવીર સિંહ રસ્તા પર કોને ગાળો બોલી રહ્યો છે...જુઓ વીડીયો

મુંબઇ

ઘણીવાર રણવીર સિંહનો એક વીડીયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં તેઓ એક માણસને ઠપકો આપતા જોવા મળે છે.ઇન્ટરનેટ પર આ વીડીયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે.

એક ટ્વિટર યુઝરે આ વીડીયો ક્લીપને શેર કરી છે અને અભિનેતા પર આરોપ લગાવ્યો છે કે તેઓએ તેમના સાથે ખરાબ વર્તન કર્યું છે.

કેપ્શનમાં  યુઝરે  લખ્યું હતું કે: “બતમીઝ ઇન્સાન તને વાત કરવાની તમીઝ નથી. તારા જેવા માણસો  એ નથી જાણતા કે કોઈની માતા-બહેન સામે આટલી ગાળો કોણ આપે છે…પાગલ માણસ જો આ રીતનો એટીટ્યુડ જ ચાલતો રહ્યો તો તું જલ્દી રસ્તા પર આવી જઇશ.. પહેલા લોકો સાથે વાત કરવાનું શીખ પછી હીરો બન.. ફ્લોપ એક્ટર

https://twitter.com/aquariussandesh/status/1036472078441037824

મીડિયામાં આવી રહેલ અહેવાલો અનુસાર ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિ રણવીરની કારની નજીક રફ ગાડી ચલાવી રહ્યો હતો. રણવીર સિંહએ આ વ્યક્તિને ઉભો રાખીને તેની સાથે વાત કરવા વિચાર્યું..પરંતુ તે વ્યક્તિ ફોન પર વાત કરી રહ્યો હતો.ત્યાર બાદ રણવીર સિંહ ગુસ્સે થયા હતા અને તેઓએ તેને યુ મેડ પર્સન કહીને ઠપકો આપ્યો હતો. જો કે વીડીયોમાં આ વ્યક્તિ રફ ડ્રાઇવિંગ કરતી દેખાતી નથી.

આમ તો  રણવીર સિંહ ભાગ્યે જ ગુસ્સો કરતો હોય છે. પરંતું આ વીડીયોમાં રણવીર સિંહ કાર ચલાવતી વ્યક્તિ સામે બરાબરનો ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે અને તેની પર ચિલ્લાઇ રહ્યો છે.