Not Set/ મુંબઈ અંડરવર્લ્ડ પર વેબસીરીઝ બનાવશે રામગોપાલ વર્મા … અહીં જાણો વિગતો

અંડરવર્લ્ડની હકીકતોને મોટા પરદે સાકાર કરનારા અને સત્યા જેવી ઉત્કૃષ્ટ ફિલ્મ બનાવનારા રામગોપાલ વર્મા હવે આ વિષય પર એક વેબસીરીઝ બનાવવા જઈ રહ્યા છે. આ વેબસીરીઝનું નામ ડી-કંપની હશે. મધુ મંટેના ડી-કંપની સિરીઝ ના નિર્માતા છે. સિરીઝ માં દાઉદ ઇબ્રાહિમ અને એની ડી-કંપની વિશેની કહાની દર્શાવવામાં આવશે. I have been collecting data since nearly 20 years actually […]

India Trending Entertainment
ram gopal verma મુંબઈ અંડરવર્લ્ડ પર વેબસીરીઝ બનાવશે રામગોપાલ વર્મા ... અહીં જાણો વિગતો

અંડરવર્લ્ડની હકીકતોને મોટા પરદે સાકાર કરનારા અને સત્યા જેવી ઉત્કૃષ્ટ ફિલ્મ બનાવનારા રામગોપાલ વર્મા હવે આ વિષય પર એક વેબસીરીઝ બનાવવા જઈ રહ્યા છે.

આ વેબસીરીઝનું નામ ડી-કંપની હશે. મધુ મંટેના ડી-કંપની સિરીઝ ના નિર્માતા છે. સિરીઝ માં દાઉદ ઇબ્રાહિમ અને એની ડી-કંપની વિશેની કહાની દર્શાવવામાં આવશે.

ફિલ્મકાર રામગોપાલ વર્માએ કહ્યું કે આ વિષય પર હું છેલ્લા 20 વર્ષથી માહિતીઓ ભેગી કરી રહ્યો હતો. આ દરમિયાન ગેંગસ્ટરો, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ ઓફિસરો, અંડરવર્લ્ડના વચેટિયા થી લઈને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા ફિલ્મ જગતના લોકો સાથે મારી વ્યાપક વાતચીત થઇ હતી.

નિર્માતા મધુ મંટેનાએ કહ્યું કે 10 પ્રકરણ વળી વેબસીરીઝની લગભગ પાંચ સીઝન હશે. ફિલ્મકારે સિરીઝ માં કામ કરનારા કલાકારો વિષે કોઈ જાણકારી આપી નથી.

જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા બોલીવૂડના ડાયરેક્ટર અનુરાગ કશ્યપે પણ એક વેબસીરીઝ બનાવી હતી. જે એક પોલીસ અધિકારીની કહાની છે, જે મુંબઈમાં આતંકવાદી હુમલાને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરે છે. આ વેબસીરીઝ એની રાજનીતિક ટિપ્પણીઓના કારણે ખુબ ચર્ચામાં રહી હતી.

નવાઝુદ્દીન સિદ્દીકી, સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે મુખ્ય કિરદારમાં છે. આ શોની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે.