Not Set/ GST રેટ : આજથી આ વસ્તુઓ પર મળશે છૂટ, જુઓ, આ પ્રોડક્ટનું પૂરું લિસ્ટ

નવી દિલ્હી, ગત શનિવારે કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં કુલ ૮૫ વસ્તુઓના રેટ ઘટાડવામાં આવ્યા હતા. જીએસટી રેટમાં કરવામાં આવેલા ઘટાડા બાદ હવે શુક્રવારથી વોશિંગ મશીન, ટીવી અને ફ્રિજ સહિતની અનેક પ્રોડક્ટના ભાવ ઘટી જશે અને તે પહેલા કરતા સસ્તા ભાવે મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, GST કાઉન્સિલની બેઠકમાં દેશની મહિલાઓને રાહત આપતા સેનેટરી નેપકિન તેમજ  સ્ટોન, […]

Trending Business
a6adcae641e91b0fd8ef8cb53b802494f8857694 GST રેટ : આજથી આ વસ્તુઓ પર મળશે છૂટ, જુઓ, આ પ્રોડક્ટનું પૂરું લિસ્ટ

નવી દિલ્હી,

ગત શનિવારે કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં કુલ ૮૫ વસ્તુઓના રેટ ઘટાડવામાં આવ્યા હતા. જીએસટી રેટમાં કરવામાં આવેલા ઘટાડા બાદ હવે શુક્રવારથી વોશિંગ મશીન, ટીવી અને ફ્રિજ સહિતની અનેક પ્રોડક્ટના ભાવ ઘટી જશે અને તે પહેલા કરતા સસ્તા ભાવે મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, GST કાઉન્સિલની બેઠકમાં દેશની મહિલાઓને રાહત આપતા સેનેટરી નેપકિન તેમજ  સ્ટોન, માર્બલ, રાખડી, સાલના પાંદડા જેવી વસ્તુઓને જીએસટીના ડાયરામાંથી બહાર રાખવામાં આવી હતી.

આ ઉપરાંત ટીવી, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, વીડિયો ગેમ્સ લિથિયમ આયન બેટરી, વેક્યુમ ક્લીનર, ફ્રુડ ગ્રાઈન્ડર, મિક્સર સહિતની પ્રોડક્ટને ૨૮ ટકાના સ્લેબમાંથી હટાવીને ૧૮ ટકાના સ્લેબમાં લાવવામાં આવ્યા હતા, તેમજ ૧૦૦૦ રૂપિયા સુધીના ફ્રુટવેર પર હવે ૫ ટકા ટેક્સ લાગશે, જો કે આ પહેલા રાશિ ૫૦૦ રૂપિયા હતી.

આ પ્રોડક્ટના આજથી ઘટશે ભાવ :

ટીવી

વોશિંગ મશીન

રેફ્રિજરેટર

વીડિયો ગેમ્સ લિથિયમ આયન બેટરી

વેક્યુમ ક્લીનર

ફ્રુડ ગ્રાઈન્ડર

મિક્સર

સ્ટોરેજ વોટર હીટર

ડ્રાયર

પેન્ટ

વોટર કૂલર

મિલ્ક કૂલર

આઈસ્ક્રીમ કુલર્સ

પરફ્યુમ

ટોઇલેટ સ્પ્રે