Not Set/ સ્કૂલોમાં પણ હોય આવા વિચિત્ર નિયમો..?

દરેક સ્કૂલમાં પોતાના નિયમ હોય છે અને તે નિયમો ડ્રેસ કોડ, શિસ્ત વગેરેને લઈને હોય છે. પણ આ દુનિયામાં આવેલી કેટલીક સ્કૂલોમાં એવા નિયમ છે જેના વિષે જાણીને તમારું મગજ ચકરાઈ જશે

Ajab Gajab News Trending
4 20 સ્કૂલોમાં પણ હોય આવા વિચિત્ર નિયમો..?

દરેક સ્કૂલમાં પોતાના નિયમ હોય છે અને તે નિયમો ડ્રેસ કોડ, શિસ્ત વગેરેને લઈને હોય છે. પણ આ દુનિયામાં આવેલી કેટલીક સ્કૂલોમાં એવા નિયમ છે જેના વિષે જાણીને તમારું મગજ ચકરાઈ જશે. તમે ભારતની સ્કૂલોમાં અભ્યાસની સ્ટોરીઓ તો સાંભળી જ હશે, જોકે અહિયાં સ્કૂલોમાં કોઈ ખાસ અને અલગ પ્રકારના નિયમ નથી હોતા. પણ દુનિયાના ઘણા દેશોમાં તો સ્કૂલોને લઈને એવા નિયમ છે, કે તેના વિષે સાંભળીને તમે પણ ચકિત થઇ જશો. કેટલાક નિયમો તો તમને પણ પસંદ આવશે, પણ કેટલાક નિયમો માટે તમે પણ કહેશો કે ખરેખર આવું કેવી રીતે કરી શકાય છે?

ચીન

માં બાળકોને સ્કુલ દરમિયાન થોડી વાર માટે સુવાની મંજુરી આપવામાં આવે છે. તે લગભગ અડધો કલાક સ્કુલમાં ઊંઘી શકે છે, કેમ કે માનવામાં આવે છે કે કામ વચ્ચે એક ઊંઘ લેવાથી મેમરી સુધરે છે.

 કેલીફોર્નીયા

કેલીફોર્નીયાની એક સ્કુલમાં બાળકોના હાઈ ફાઈવ આપવા અને ગળે લગાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

યુકે

સ્કુલમાં અભ્યાસ ભલે ન હોય, પણ એક બેસ્ટ ફ્રેન્ડ જરૂર હોય છે. પણ યુકેની કેટલીક સ્કુલમાં બેસ્ટ ફ્રેન્ડ બનાવવા ઉપર પ્રતિબંધ છે. સ્કૂલોનું માનવું છે કે મિત્ર બન્યા પછી જયારે મિત્રતા તૂટે છે તો તેને ઘણી તકલીફ પડે છે.

કેન્ટુકી

કેન્ટુકી માં સ્કૂલોમાં એવો નિયમ છે કે, છોકરીઓના ડ્રેસમાંથી કોલર બોન (શર્ટના કોલર વાળા ભાગ પાસેનું હાડકું) દેખાવુ જોઈએ નહિ એવો. તેના માટે છોકરીઓએ ટાઈ વગેરે વ્યવસ્થિત રીતે પહેરવું પડે છે. સ્કુલનું કહેવું છે કે, એમ કરવાથી મેલ સ્ટુડેંટસ ડીસ્ટ્રેક્ટ થાય છે.

સ્કુલમાં પડદા

હાલમાં તાલીબાને શૈક્ષણિક સંસ્થાઓમાં છોકરા અને છોકરીઓ વચ્ચે પડદા લગાવી દીધા છે જેથી છોકરાઓ, છોકરીઓ તરફ જોઈ ન શકે.