Not Set/ રોમેન્ટીક કોમેડી ફિલ્મ”નવાબઝાદે”નું ટ્રેલર થયું રિલીઝ, જુઓ વિડીયો

મુંબઈ રોમેન્ટીક કોમેડી ફિલ્મ”નવાબઝાદે”નું ટ્રેલર લોન્ચ કરી દેવાયુ છે. આ ફિલ્મમાં ડાન્સ રિયાલીટી શોના પાર્ટિસિપેંટ રાઘવ જુયાલ, પુનિત જે પાઠક અને ધર્મેશ યેલાંડે લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલર જોઇને સ્પષ્ટ લાગી રહ્યુ છે કે ભરપૂર કોમેડી સાથે આ ફિલ્મ લોકોને ખૂબ હસાવશે. ફિલ્મના ટ્રેલરમાં ત્રણેય અભિનેતા જે […]

Entertainment Videos
mahi0 રોમેન્ટીક કોમેડી ફિલ્મ"નવાબઝાદે"નું ટ્રેલર થયું રિલીઝ, જુઓ વિડીયો

મુંબઈ

રોમેન્ટીક કોમેડી ફિલ્મ”નવાબઝાદે”નું ટ્રેલર લોન્ચ કરી દેવાયુ છે. આ ફિલ્મમાં ડાન્સ રિયાલીટી શોના પાર્ટિસિપેંટ રાઘવ જુયાલ, પુનિત જે પાઠક અને ધર્મેશ યેલાંડે લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલર જોઇને સ્પષ્ટ લાગી રહ્યુ છે કે ભરપૂર કોમેડી સાથે આ ફિલ્મ લોકોને ખૂબ હસાવશે.

ફિલ્મના ટ્રેલરમાં ત્રણેય અભિનેતા જે સારા દોસ્ત પણ છે તે એક જ છોકરીના પ્રેમમાં પાગલ જોવા મળે છે. નવાબઝાદેમાં સ્ટોરી ત્યારે રસપ્રદ બને છે જ્યારે છોકરીના ચક્કરમાં રાઘવ, પુનિત અને ધર્મેશ જાળમાં ફસાઈ જાય છે, ત્યારબાદ એક બાદ એક એવી સિચુએશન બને છે કે દર્શકોને તે હસવા માટે મજબુર કરશે. આ ફિલ્મથી જયેશ પ્રધાન પોતાની ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. ફિલ્મને રેમો ડિસુઝાએ પ્રોડ્યુસ કરી છે, આ ફિલ્મ 27જુલાઈના રોજ રીલીઝ થવાની છે.

જુઓ વિડીયો