Not Set/ વાઘા બોર્ડર પર સલમાન ખાન, ભારતનો ફર્સ્ટ લૂક રિલીઝ

મુંબઇ, ફિલ્મ અભિનેતા સલમાન ખાનએ સોશિયલ મીડિયા પર ફિલ્મ ભારતનો એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ વાઘા બોર્ડર પર સુટ પહેરીને પાકિસ્તાન તરફ જોતા નજરે પડે છે. આ ફોટો જોઈને, એવું લાગે છે કે કેટરીના કૈફ સલમાન સાથે છે કારણ કે તે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. જો કે, તસ્વીરમાં  તેઓના બંને ચહેરા દેખાતા […]

Uncategorized
kai વાઘા બોર્ડર પર સલમાન ખાન, ભારતનો ફર્સ્ટ લૂક રિલીઝ

મુંબઇ,

ફિલ્મ અભિનેતા સલમાન ખાનએ સોશિયલ મીડિયા પર ફિલ્મ ભારતનો એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ વાઘા બોર્ડર પર સુટ પહેરીને પાકિસ્તાન તરફ જોતા નજરે પડે છે. આ ફોટો જોઈને, એવું લાગે છે કે કેટરીના કૈફ સલમાન સાથે છે કારણ કે તે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. જો કે, તસ્વીરમાં  તેઓના બંને ચહેરા દેખાતા નથી.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘ભારત’માં 60 વર્ષની યાત્રાને દર્શાવવામાં આવશે. સલમાન ખાન, કેટરીના કૈફ ઉપરાંત તબ્બુ અનેદિશા પાટની પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Instagram will load in the frontend.

ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અમૃતસર-અટા રી-વાઘા બોર્ડર હંમેશા વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ભારત-પાક સહિત ઘણા દેશોના લોકો રીટ્રીટ સેરેમનીઝ જોવા આ સરહદ પર પહોંચે છે. વાઘા અટીરા સરહદનો આ સેટ ટૂંક સમયમાં મોટા સ્ક્રીન પર જોવા મળશે.

આપને જણાવી દઈએ કે ફિલ્મ ભારતના શૂટિંગ માટે લુધિયાણાથી આશરે 20 કિલોમીટર દૂર, ગામ બલોવાલમાં અટારી-વાઘા સરહદનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સેટને અટારી-વાઘા બોર્ડરની જેમ તૈયાર કરવામાં આવ્યો છે.

આ સેટ પર બોલિવૂડના કલાકારો સલમાન ખાન અને કેટરીના કૈફ આગામી આઠ દિવસ સુધી શૂટિંગ કરશે. અહીં બંને દેશોની વહેંચણીને લગતા દ્રશ્યો ફિલ્માંકન કરવામાં આવશે.  જો કે, આ સેટ લાગવાને કારણે આજુબાજુના ગામના ખેડૂતોને મોટી સમસ્યાઓનો સમ,નો કરવો પડ્યો છે.

માહિતી અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે સલમાન ખાનની ભારતની શૂટિંગ ચાલુ કર્યુ છે.શૂટીંગ ચાલુ થયા પછી પોલીસ અને  સલમાન ખાનના બોડીગાર્ડએ સામાન્ય લોકોને ત્યાંથી આવા જવા પર રોક લગાવી છે. ખેડૂતો કહે છે કે આ સમસ્યાને લીધે, ખેતી કરવા માટે એક મોટી મુશ્કેલી છે.