Not Set/ બોલીવૂડ/ સલમાનના ઘરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી,પોલીસને મોકલ્યો મેઈલ

સલમાન ખાનના ચાહકો સમગ્ર દેશમાં છે. જ્યારે ગાઝિયાબાદના એક 16 વર્ષના છોકરાએ મુંબઇ પોલીસને એક ઇમેલ મોકલ્યો અને કહ્યું કે સલમાન ખાનના ઘરે બોમ્બ છે તેવી વાત કરી, ઘરને ઉડાવી દેવાની ધમકી આપવાની સાથે મેલમાં એમ પણ લખ્યું હતું કે, ‘જો તમે બચાવી શકો તો બચાવી લો.’ તપાસ બાદ મુંબઇ પોલીસ ગાઝિયાબાદ પહોંચી હતી અને […]

Uncategorized
A 6 બોલીવૂડ/ સલમાનના ઘરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી,પોલીસને મોકલ્યો મેઈલ

સલમાન ખાનના ચાહકો સમગ્ર દેશમાં છે. જ્યારે ગાઝિયાબાદના એક 16 વર્ષના છોકરાએ મુંબઇ પોલીસને એક ઇમેલ મોકલ્યો અને કહ્યું કે સલમાન ખાનના ઘરે બોમ્બ છે તેવી વાત કરી, ઘરને ઉડાવી દેવાની ધમકી આપવાની સાથે મેલમાં એમ પણ લખ્યું હતું કે, ‘જો તમે બચાવી શકો તો બચાવી લો.’

તપાસ બાદ મુંબઇ પોલીસ ગાઝિયાબાદ પહોંચી હતી અને જ્યારે તે છોકરો સગીર હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે બાંદ્રામાં હાજર થવાની નોટીસ આપીને જતી રહી હતી. જો ગાઝિયાબાદ પોલીસનું માનવામાં આવે તો આ જ સગીરે જાન્યુઆરી -2018 માં ગાઝિયાબાદમાં ઘણી જગ્યાએ ધડાકા કરવાની ધમકી આપી હતી. જો કે, ત્યારબાદ પોલીસે તેને સૂચના આપીને છોડી દીધો હતો.

આ ઇમેલ 4 ડિસેમ્બરના રોજ મોકલવામાં આવ્યો હતો. આ ઇમેલમાં છોકરાએ લખ્યું છે – “બાંદ્રામાં માં ગેલેક્સી, સલમાન ખાનના ઘરે આગામી બે કલાકમાં બ્લાસ્ટ થશે, રોકી શકો રોકી લો.” આ ઇમેલ આવતાની સાથે જ પોલીસે સલમાનના આખા ઘરની તલાશી લીધી. પોલીસે છોકરાને ગાઝિયાબાદમાં શરણાગતિ માટે નોટિસ મોકલી હતી અને ત્યારબાદ જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

આપને જણાવી દઈએ કે સલમાન ખાન આજકાલ તેની આગામી ફિલ્મ દબંગ 3 ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે જલ્દી જ તેના પ્રખ્યાત શો ‘બિગ બોસ 13’ થી વિદાય લઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.