Not Set/ આવનારા 2 વર્ષોમાં આ 6 ફિલ્મોમાં જોવા મળશે સંજય દત્ત

મુંબઇ, બોલિવૂડના’મુન્ના ભાઈ’ એટલે કે સંજુ બાબાના ચાહકો માટે એક સારા સમાચાર છે. આવનારા 2 વર્ષોમાં સંજય દત્ત 1 કે 2 નહીં પરંતુ 6 ફિલ્મોમાં જોવા મળે છે. તાજેતરમાં સંજય દત્તએ ત્રણ ફિલ્મો ‘કલંક’, ‘તુલસી દાસ’ અને ‘પ્રસ્થાનમ’ નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. હવે તે એક પછી એક તેમની આગામી ત્રણ ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવાના […]

Uncategorized
san આવનારા 2 વર્ષોમાં આ 6 ફિલ્મોમાં જોવા મળશે સંજય દત્ત

મુંબઇ,

બોલિવૂડના’મુન્ના ભાઈ’ એટલે કે સંજુ બાબાના ચાહકો માટે એક સારા સમાચાર છે. આવનારા 2 વર્ષોમાં સંજય દત્ત 1 કે 2 નહીં પરંતુ 6 ફિલ્મોમાં જોવા મળે છે. તાજેતરમાં સંજય દત્તએ ત્રણ ફિલ્મો ‘કલંક’, ‘તુલસી દાસ’ અને ‘પ્રસ્થાનમ’ નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. હવે તે એક પછી એક તેમની આગામી ત્રણ ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવાના છે.

Image result for sanjay dutt

રિપોર્ટ્સનું માનવામા આવે તો, ફિલ્મ ‘શમશેરા’ ના પ્રથમ શેડ્યૂલનું શૂટિંગ ફેબ્રુઆરી સુધી ચાલશે, પરંતુ સંજયે તેમના સીનનું  શૂટિંગ 2 અઠવાડિયા પહેલા પૂર્ણ કરી દીધી છે. ત્યારબાદ તેમણે 10 ડિસેમ્બરથી જ આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાનીપત’નું શૂટિંગ પણ શરૂ કરી દીદીધું છે જે માર્ચ સુધી ચાલશે. આશુતોષ ગોવારિકરની આ ફિલ્મમાં સંજય ઉપરાંત અર્જુન કપૂર, કૃતિ સેનન અને પદ્મિની કોલ્હાપુરી જેવા કલાકારો પણ દેખાશે.

Image result for sanjay dutt

બંને ફિલ્મ પિરીયડ ડ્રામા છે, જેનું શૂટિંગ જૂન-જુલાઈ સુધી પૂર્ણ થશે. તેના પછી સંજય મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ માં વ્યસ્ત થઇ જશે. આ ફિલ્મમાં તેમની સાથે આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ અને આદિત્ય રાય કપૂર પણ દેખાશે. ‘સડક 2’ વર્ષ 1991 માં આવેલ ફિલ્મ ‘સડક’ની સિક્વલ છે. આ ફિલ્મ 25 માર્ચ, 2020 ના રોજ રિલીઝ થશે.

Image result for sanjay dutt