Not Set/ રાસ-ડાંડિયાના કાર્યક્રમમાં સપના ચૌધરી ન પહોંચતા કેસ કરાયો

લખનઉ લખનઉમાં હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરીના સામે રાસ-ગરબાના કાર્યક્રમમાં સમયસર પહોંચી ન હોવાથી કેસ નોંધવામાં આવ્યો છે. લોકોએ સપના ચૌધરી અને પ્રોગ્રામના આયોજકના સામે આશિયાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે. આપને જણાવી દઈએ કે શનિવારે સાંજે રાજધાની લખનઉના આશિયાનાના સ્મૃતિ પાર્કમાં સપનાનો લાઈવ કોન્સર્ટ થવાનો હતો. આયોજક અને તેના વચ્ચે થયા વિવાદ પછી સપના […]

Trending Entertainment

લખનઉ

લખનઉમાં હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરીના સામે રાસ-ગરબાના કાર્યક્રમમાં સમયસર પહોંચી ન હોવાથી કેસ નોંધવામાં આવ્યો છે. લોકોએ સપના ચૌધરી અને પ્રોગ્રામના આયોજકના સામે આશિયાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે.

આપને જણાવી દઈએ કે શનિવારે સાંજે રાજધાની લખનઉના આશિયાનાના સ્મૃતિ પાર્કમાં સપનાનો લાઈવ કોન્સર્ટ થવાનો હતો. આયોજક અને તેના વચ્ચે થયા વિવાદ પછી સપના ચૌધરીએ ‘ડાંડિયા નાઈટ્સ વિથ સપના ચૌધરી’ પ્રોગ્રામમાં આવવા માટે ઇનકાર કર્યો હતો. તો બીજી બાજુ ટીકીટ લેઈને પ્રોગ્રામમાં આવેલા લોકોને જયારે આ વાતની જાણકારી મળી તો તેનો ત્યાં હંગામો કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે લોકોએ આ પ્રોગ્રામમાં શામિલ થવા માટે દોઢ-દોઢ હજાર રૂપિયાની ટીકીટ ખરીદી હતી. તેમ છતાં પણ સપના ચૌધરી પ્રોગ્રામ સ્થળે આવી નહોતી. જોકે મોડા સુધી લોકોને આ વાતની જાણકારી નહોતી અને આ જ કારણ હતું કે ઉત્સાહથી ભરેલા દર્શકોએ સપના ચૌધરીને જોવા માટે હૂટીંગ શરુ કર્યું હતું.

આ દરમિયાન સ્ટેજ પર આવેલ આયોજકના લોકોએ જણાવ્યું કે સપના ચૌધરી આ કાર્યક્રમમાં આવી રહી નથી. આ પછી ત્યાં રહેલા દર્શકો ભડક્યા અને કર્યક્રમ સ્થળે હંગામો મચાવ્યો હતો એટલું જ નહીં સ્ટેજ પર રહેલ આયોજકો પર પથ્થરમારો પણ કયો હતો કહેવામાં આવી રહ્યું છે કે આ પથ્થરમારોમાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ગ્લેમરસ ઇન્ડિયા એન્ટરટેઇન્મેન્ટના તરફથી સપનાનો આ કર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો. પરંતુ આ હોબાળો થયા પછી આયોજકો ત્યાંથી ભાગી ગયા હતા. આ કેસમાં, પોલીસે છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધાવ્યો છે. માહિતી અનુસાર, લગભગ 5 હજાર દર્શકો સપનાનો ડાન્સ જોવા માટે આવ્યા હતા.