Not Set/ VIDEO/ સેલ્ફી લેતા સમયે ખુબ જ નજીક આવ્યો ફેન, સારા અલી ખાને આ રીતે કર્યું રીએક્ટ

બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાના ફેન્સને ક્યારેય નિરાશ નથી કરતી. જ્યાં તેના ચાહકો જોવા મળે છે કે તેમની ડિમાન્ડ પર ખુશી થઇને ફોટો પડાવવા પણ તૈયાર થઈ જાય છે. જો કે, હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેનાથી સારા ખુબ જ ગભરાઈ ગઈ હતી. હકીકતમાં જ્યારે સારા એરપોર્ટથી પરત ફરી રહી હતી […]

Uncategorized
Untitled 60 VIDEO/ સેલ્ફી લેતા સમયે ખુબ જ નજીક આવ્યો ફેન, સારા અલી ખાને આ રીતે કર્યું રીએક્ટ

બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાના ફેન્સને ક્યારેય નિરાશ નથી કરતી. જ્યાં તેના ચાહકો જોવા મળે છે કે તેમની ડિમાન્ડ પર ખુશી થઇને ફોટો પડાવવા પણ તૈયાર થઈ જાય છે. જો કે, હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેનાથી સારા ખુબ જ ગભરાઈ ગઈ હતી. હકીકતમાં જ્યારે સારા એરપોર્ટથી પરત ફરી રહી હતી ત્યારે એક યુવકે તેની ખૂબ નજીક જવાની કોશિશ કરી હતી. જેના કારણે સારા અસહજ થઈ હતી.

જણાવીએ કે સારા તાજેતરમાં ન્યુ યોર્કથી વેકેશન માણીને પરત ફરી હતી. તે એરપોર્ટ પર પહોંચી અને થોડા જ સમયમાં ઘણા ચાહકો તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ દરમિયાન એક ચાહક સારાની ખુબ જ નજીક આવ્યો અને સારાએ થોડો પીછેહઠ કરી અને ત્યારબાદ તેનું અંતર જાળવી રાખ્યું અને સેલ્ફી લેવા દીધી. વીડિયોમાં સ્પષ્ટ છે કે સારા અલી ખાન આ ઘટનાથી અસહજ થઈ હતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા પછીથી ચાહકો તે વ્યક્તિની ટીકા કરી રહ્યા છે.

Instagram will load in the frontend.

એક ચાહકે ટિપ્પણી કરી કે સારા અસહજ પરિસ્થિતિઓમાં પણ તેના ચહેરા પર સ્મિત રાખે છે, જે બતાવે છે કે તે કેટલી પરિપક્વ છે. તે જ વ્યક્તિએ લખ્યું કે જે વ્યક્તિએ સેલ્ફી લેવા માટે સારાની આટલી નજીક ન આવવું જોઈએ.

નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે કેદારનાથ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનાર સારા અલી ખાને સિમ્બા ફિલ્મમાં કામ કર્યું હતું. બંને ફિલ્મોએ બોક્સ ઓફીસ પર સારું પ્રદર્શન કર્યું હતું.

સારાએ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ આજકાલનું શૂટિંગ પણ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં સારાની સાથે કાર્તિક આર્યન પણ જોવા મળશે. આ સિવાય તે કુલી નંબર 1 નામની ફિલ્મ વરુણ ધવન સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ ગોવિંદાની ફિલ્મ કુલી નં. 1 ની રિમેક છે. આજ ફિલ્મ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકાલની સિક્વલ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.