Not Set/ Simmba જોવા થિયેટર પહોંચી સારા, ચાહકોને મળી સેલ્ફી મોમેન્ટ

મુંબઇ, રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘સિમ્બા’માં તેની લવ ઇન્ટ્રેસ્ટનો રોલ પ્લે કરી રહેલ એક્ટ્રેસ સારા અલી ખાન તાજેતરમાં ફિલ્મ જોવા પહોંચી. સૈફ અલી ખાનની દીકરી સારા એક સ્ટાર કિડ્સ છે અને ફિલ્મોમાં આવ્યા પહેલા જ સોશિયલ મીડિયા સેલિબ્રિટી બની ગઈ હતી. જ્યારે તે સિનેમાઘરોમાં ફિલ્મ જોવા પહોંચી તો  તેના ચાહકોએ તેને ઘેરી લીધી અને તેના […]

Uncategorized

મુંબઇ,

રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘સિમ્બા’માં તેની લવ ઇન્ટ્રેસ્ટનો રોલ પ્લે કરી રહેલ એક્ટ્રેસ સારા અલી ખાન તાજેતરમાં ફિલ્મ જોવા પહોંચી. સૈફ અલી ખાનની દીકરી સારા એક સ્ટાર કિડ્સ છે અને ફિલ્મોમાં આવ્યા પહેલા જ સોશિયલ મીડિયા સેલિબ્રિટી બની ગઈ હતી. જ્યારે તે સિનેમાઘરોમાં ફિલ્મ જોવા પહોંચી તો  તેના ચાહકોએ તેને ઘેરી લીધી અને તેના સાથે સેલ્ફી લેવા લાગ્યા. સારાની આ તસ્વીરો ઇન્ટરનેટ પર પણ શેર કરવામાં આવી રહી છે.

સારા અલી ખાનની આ બીજી ફિલ્મ હતી. આ પહેલા તે સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ‘કેદારનાથ’માં પણ જોવા મળી ચુકી છે. કેદારનાથ સારા અલી ખાનની પહેલી ફિલ્મ હતી કે જે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરવામાં સફળ રહી. ફિલ્મમાં સારા અલીના કિરદાર વિશે વાત કરીએ તો કેદારનાથમાં તેને એક હિન્દુ છોકરીની ભૂમિકા નિભાવી હતી અને સુશાંત એક મુસ્લિમ છોકરોની ભૂમિકા ભજવી હતી.

આપને જણાવી દઈએ કે રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘સિમ્બા’માં રણવીરનું પાત્ર એક ઘૂસખોર પોલીસ અધિકારીનું છે, કે જેના વિચારો કંઇક ભયાનક બનાવો પછી બદલી જાય છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મમાં સારા-રણવીરની જોડીને પસંદગી કરવામાં આવી રહી છે. રણવીર સિંહ રોહિત શેટ્ટીના નિર્દેશનમાં પહેલીવાર કામ કર્યું છે અને તેને લઇને તે ખૂબ જ ભાવુક હતો. તેણે એક ઇન્સ્ટગ્રામમાં વીડીયો શેર કરી તેની ભાવનાઓ વ્યક્ત કરી છે.

કેવી છે રણવીર સારાની સિમ્બા?

આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવાના અનુમાન કરવામાં આવી રહ્યા છે. ચેન્નઈ એક્સપ્રેસ, સિંઘમ અને ગોલમાલ અગેન જેવી મસાલેદાર મનોરંજક ફિલ્મો બનાવનારા રોહિત શેટ્ટીએ 2018 ના અંતે ‘સિમ્બા’ને લાવ્યા છે. ફિલ્મની સ્ટોરી શિવગઢથી શરૂ થાય છે, જ્યાં સિંઘમની સ્ટોરી પૂરી થઈ હતી. એક અનાથ બાળક સંગ્રામ ભાલેરાવ એટલે કે ‘સિમ્બા’. તે ખોટા ધંધામાં છે. પરંતુ કંઈક એવું બને છે કે તેને પોલીસ અધિકારી બનવાનો નિર્ણય લીધો છે.