Not Set/ આ ફિલ્મની સિક્વલમાં તેના પિતા સૈફ અલી ખાન સાથે જોવા મળશે સારા અલી ખાન!

મુંબઇ, બોલિવૂડની અભિનેત્રી સારા અલી ખાન 2018 માં બેક ટુ બેક બે ફિલ્મો કેદારનાથ અને સિમ્બા કર્યા પછી હવે તેની ત્રીજી ફિલ્મની તૈયારીમાં લાગી ગઈ છે. સારાની પ્રથમ ફિલ્મ, કેદારનાથમાં તેની એક્ટિંગનું ખુબ જ પ્રશંસા કરવામાં આવી, જ્યારે તેમની બીજી ફિલ્મ સિમ્બાએ પણ બોક્સ ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી 200 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી છે. […]

Uncategorized
mkk 4 આ ફિલ્મની સિક્વલમાં તેના પિતા સૈફ અલી ખાન સાથે જોવા મળશે સારા અલી ખાન!

મુંબઇ,

બોલિવૂડની અભિનેત્રી સારા અલી ખાન 2018 માં બેક ટુ બેક બે ફિલ્મો કેદારનાથ અને સિમ્બા કર્યા પછી હવે તેની ત્રીજી ફિલ્મની તૈયારીમાં લાગી ગઈ છે. સારાની પ્રથમ ફિલ્મ, કેદારનાથમાં તેની એક્ટિંગનું ખુબ જ પ્રશંસા કરવામાં આવી, જ્યારે તેમની બીજી ફિલ્મ સિમ્બાએ પણ બોક્સ ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી 200 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી છે.

Related image

અહેવાલો અનુસાર, સારા  ઇમ્તિયાઝ અલીની 2009 માં રિલીઝ થયેલ ફિલ્મ ‘લવ આજ કલ’ની સિક્વલમાં કાર્તિક આર્યન સાથે કામ કરશે. આ ફિલ્મમાં સારાના પિતા સૈફ અલી ખાનના પણ આ જોવા મળશે. અહેવાલો અનુસાર સૈફ અલી ખાન ‘લવ આજ કલ 2’ માં મહત્વની ભૂમિકા ભજવશે અને તે સારા અલી ખાનના પિતાની ભૂમિકા ભજવતા નજરે પડશે.

Related image

ફિલ્મ ‘લવ આજ કલ’ માં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા અને દીપિકા પાદુકોણ સાથે રોમાંસમાં કરતા જોવા મળ્યા હતા. ‘લવ આજ કલ 2’નું શૂટિંગ આ વર્ષે જૂનમાં શરૂ થઈ શકે છે. રીઅલ લાઈફ પછી સ્ક્રીન પર પિતા-પુત્રીની ભૂમિકા ભજવવા સૈફ અને સારાહ પહેલી વાર જોવા મળશે.

Related image

સારા અલી ખાન કરણ જોહરના ચેટ શોમાં કાર્તિક આર્યનને તેનો ક્રશ કહી ચુકી છે. ચાહકો  આ બંનેની જોડીને પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. હાલ, આ જોડીએ કોઈ પણ ફિલ્મ સાથે સાઈન કરી નથી. પરંતુ ‘લવ આજ કલ’ની સિક્વલમાં આ બંને સ્ટાર્સ  પહેલી વખત સાથે જોવા મળી શકે છે.

Related image