Not Set/ ડાંસ રિયાલિટી શોને જજ કરી શકે છે શાહિદ અને મીરાં

મુંબઇ, શાહિદ કપૂર અને મીરા રાજપૂત  નચ બલિયેની ડાન્સ સિઝનને જજ કરી શકે છે. અહેવાલોનું માનીએ તો અગાઉ જેમ  મલાઇકા અરોરા તથા અરબાઝ ખાને સિઝનને જજ કરી હતી. તે જ રીતે શાહિદ કપૂર અને મીરાં રાજપૂત પણ શોને જજ કરી શકે છે. શાહિદ કપૂર અને મીરાં એ સમજી વિચારીને શો માટે હા પાડી છે.  શાહિદ […]

Uncategorized
pla 9 ડાંસ રિયાલિટી શોને જજ કરી શકે છે શાહિદ અને મીરાં

મુંબઇ,

શાહિદ કપૂર અને મીરા રાજપૂત  નચ બલિયેની ડાન્સ સિઝનને જજ કરી શકે છે. અહેવાલોનું માનીએ તો અગાઉ જેમ  મલાઇકા અરોરા તથા અરબાઝ ખાને સિઝનને જજ કરી હતી. તે જ રીતે શાહિદ કપૂર અને મીરાં રાજપૂત પણ શોને જજ કરી શકે છે.

શાહિદ કપૂર અને મીરાં એ સમજી વિચારીને શો માટે હા પાડી છે.  શાહિદ તો એક સારો ડાન્સર છે  જ હવે મીરાં આ શોને જજ કરવા  કેટલી તૈયાર છે તે જોવું રહ્યું. શોની ક્રિએટીવ ટીમ  ઝડપથી બંને સાથે બેસીને  શોનું ફોર્મેટ નક્કી કરશે.

ટીવી એકટ્રેસ જેનિફર વિંગેટ નચ બલિયેને જજ કરશે.  નચ બલિયેમાં જાણીતા કોમેડિયન  સુનીલ ગ્રોવર પણ નજરે ચઢશે.  નચ બલિયેની આઠમી સિઝન  દિવ્યાંકા ત્રિપાઠી અને  તેના પતિ વિવેક દહિયાએ જીતી હતી.  અને કોરિયોગ્રાફર ટેરેંસ લુઇસ, એકટ્રેસ સોનાક્ષી સિન્હા તથા નિર્દેશક મોહિત સૂરીએ આ સિઝનને જજ કરી હતી.