Not Set/ બોલીવૂડ/ ‘શોલે’ એક્ટ્રેસ ગીતા સિદ્ધાર્થ કાકનું નિધન, ઈન્ડસ્ટ્રીમાં છવાઈ શોકની લહેર

અભિનેત્રી ગીતા સિદ્ધાર્થ કાકનું 14 ડિસેમ્બરની સાંજે મુંબઇમાં નિધન થયું હતું. અભિનેત્રી ગીતા સિદ્ધાર્થ એમએસ સાથ્યુની 1973 ની ક્લાસિક ‘ગરમ હવા’ માં સારા અભિનય માટે જાણીતી છે. રાષ્ટ્રીય એકતા પરની શ્રેષ્ઠ ફીચર ફિલ્મ્સમાંની એક તરીકે તે પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી ગીતા સિદ્ધાર્થે ‘અમીના’ ની […]

Uncategorized
A 2 બોલીવૂડ/ 'શોલે' એક્ટ્રેસ ગીતા સિદ્ધાર્થ કાકનું નિધન, ઈન્ડસ્ટ્રીમાં છવાઈ શોકની લહેર

અભિનેત્રી ગીતા સિદ્ધાર્થ કાકનું 14 ડિસેમ્બરની સાંજે મુંબઇમાં નિધન થયું હતું. અભિનેત્રી ગીતા સિદ્ધાર્થ એમએસ સાથ્યુની 1973 ની ક્લાસિક ‘ગરમ હવા’ માં સારા અભિનય માટે જાણીતી છે. રાષ્ટ્રીય એકતા પરની શ્રેષ્ઠ ફીચર ફિલ્મ્સમાંની એક તરીકે તે પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી ગીતા સિદ્ધાર્થે ‘અમીના’ ની ભૂમિકા ભજવી હતી.

ગીતાએ ગુલઝારની 1972 માં આવેલી ફિલ્મ ‘પરિચય’થી શરૂઆત કરી હતી, જેમાં જીતેન્દ્ર અને જયા ભાદુરી પણ છે. સિત્તેર અને એંસીના દાયકામાં તે બોલિવૂડના પડદે એક જાણીતો ચહેરો હતો. ગીતાએ ‘શોલે’, ‘ત્રિશૂલ’, ‘ડિસ્કો ડાન્સર’, ‘રામ તેરી ગંગા મેલી’, ‘શૌકીન’, ‘અર્થ’, ‘એક ચાદર મૈલી સી’, ‘ગમન’ અને ‘દૂસરા આદમી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

તેમણે ટેલિવિઝનનાં હોસ્ટ-નિર્માતા અને ડોક્યુમેંટ્રી ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ કાક સાથે લગ્ન કર્યા, જે લોકપ્રિય ટીવી શો ‘સુરભી’ માટે જાણીતા છે, જે દૂરદર્શન પર 1990 થી 2001 દરમિયાન પ્રસારિત થઇ હતી. ગીતા આ શોના આર્ટ ડિરેક્ટર હતાં.

ગીતા અને સિદ્ધાર્થ કાકની પુત્રી અંતરા એક ડોક્યુમેંટ્રી ફિલ્મ નિર્માતા છે. અભિનય ઉપરાંત ગીતા તેના સામાજિક કાર્ય માટે પણ જાણીતી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.