ચંદીગઢ
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની 14 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલ મલ્ટીસ્ટાર ફિલ્મ ‘મનમર્જિયા’ને લઈને વિવાદ ઊભો થઈ રહ્યો છે. અંબાલામાં આ ફિલ્મના સામે FIR નોંધવાની માંગ કરવામાં આવી રહી છે. રિયલમાં અંબાલાના ‘સિખ સંગત’ સમુદાયના લોકોમાં આ ફિલ્મના અમુક સીનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે આ સમુદાયના લોકો અંબાલાના ‘ગુરુદ્વારા માંજી સાહિબ’ પર ભેગા થઇ ફિલ્મ સામે વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

શીખ સમુદાયના લોકોને ફિલ્મના એ સીન સામે વિરોધ છે જયારે અભિષેક બચ્ચન અને તાપસી પન્નુને સિગરેટ પિતા બતાવવામાં આવ્યા છે. શીખ ધર્મમાં, સિગારેટ પીવી નિષેધ ગણવામાં આવે છે અને આ ફિલ્મમાં બંને એક્ટર શીખ ભૂમિકા ભજવતા સિગરેટ પી રહ્યાં છે. જે આ લોકોની નારાજગીનું મુખ્ય કારણ છે. નારાજગીનું બીજું કારણ ફિલ્મમાં અભિષેક બચ્ચનના દ્રારા વાંધાજનક રીતે પાઘડી હટાવવાનું કહેવામાં આવી રહ્યું છે.

શીખ સમુદાયનું કહેવું છે કે આ ફિલ્મ સમાજને ખરાબ મેસેજ આપી રહી છે. જેનાથી શીખ ધર્મની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. આં લોકોની માંગ છે કે થિયેટરમાંથી તરત જ ફિલ્મને દૂર કરો અને જો તેઓ ન કરે તો, આ લોકો સિનેમામાં પ્રદર્શન કરશે.
શીખોએ માંગ કરી છે કે ફિલ્માં એક્ટર અભિષેક બચ્ચન, તાપસી પન્નુના સાથે સાથે ફિલ્માં લેખક અને નિર્માતા નિર્દેશક અનુરાગ કશ્યપ સામે FIR નોંધવામાં આવે. આ પછી ‘શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી’ના સભ્ય હરપાલ સિંહ, ‘અંબાલા શહેર યુવા અકાલી દલ’ના અધ્યક્ષ ચરણ સિંહ ટક્કરના નેતૃત્વમાં શીખોએ સીટી મેજીસ્ટ્રેટના સમક્ષ ફરિયાદ કરી હતી અને અંબાલા સીટી પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધવાની માંગ કરી છે.
આ ફિલ્મની સારી વસ્તુ એ છે કે આ ફિલ્મ આરામથી રિલીઝ થઇ ગઈ. લોકોએ આ ફિલ્મને પંસદ પણ આવી જેના કારણ તેના શરૂઆતનો બિઝનેશ કરવામાં લગભગ સફળ રહી છે.

શીખોનું કહેવું છે કે જો કોઈ પણ ફિલ્મ નિર્માતા શીખ ધર્મના વિશે જો તેઓ ખોટી ખ્યાલ ફેલાવવાનો પ્રયત્ન કરે છે તો તેઓ શાંતિથી બેસશે નહીં. આ સાથે આં લોકોએ સમગ્ર વિશ્વમાં રહેતા શીખ સમુદાયના લોકોની આ ફિલ્મનો વિરોધ કરવા માટે અપીલ કરી છે. જો કે આ ફિલ્મના નિર્માતા નિર્દેશક અનુરાગ કશ્યપનો આ વિવાદો સાથે જુનો રિલેશન છે. તેઓની ફિલ્મ કોઈના કોઈન કારણસર સેંસરમાં આવે જ છે અથવા તો લોકોના પ્રદર્શનના કારણ સમસ્યામાં જોવા મળશે. બ્લેક ફ્રાઇડે, ગુલાલ, ગૈંગ્સ ઓફ વાસેપુર, ઉડતા પંજાબ જેવી તેમની ફિલ્મો છે. હવે જોવાનું એ રહેશે છે અનુરાગ કઈ રીતે તેમની આ ફિલ્મને વિવાદોની દુર કરે છે.
