મુંબઇ
ઐશ્વર્યા અને સલમાન ખાનની જોડી ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ને કારણે ખૂબ લોકપ્રિય થઇ હતી. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં એશ અને સલમાનનો અભિનય ખૂબ વખણાયો હતો. તે સિવાય બીજી અનેક ફિલ્મમાં તેમણે સાથે અભિનય કર્યો હતો. તે સમયે તો એશ અને સલમાનના પ્રેમ સંબંધોની પણ ખૂબ જ ચર્ચા થઇ રહી હતી. સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ માટે એશની પસંદગી કરવામાં આવી હતી પણ એશે તે ફિલ્મને નકારી દીધી હતી.

સુપરહિટ ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’માં જો એશ અભિનય કરત તો આ ફિલ્મને તો ચાર ચાંદ લાગી જાત પણ તેમનો પ્રેમ વધારે સમય સુધી ટકી ન શકવાને કારણે અને એકબીજાથી દૂરી જાળવવા માટે આ ફિલ્મ માટે સૂરજને ના પાડી હતી. સૂરજે એશની સ્થિતિ સમજતાં તેને વાયદો કર્યો હતો કે તેની આગામી ફિલ્મમાં એશ મુખ્ય અભિનેત્રીનો રોલ કરશે પણ અફસોસ, તે ફિલ્મ બનાવવું શક્ય થયું નહોતું. ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મ સિવાય સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’, ‘મન’ અને ‘દિલ તો પાગલ હૈ’ને પણ એશે ઠુકરાવી હતી.





