Not Set/ એપ્રિલમાં શરૂ થશે દબંગ 3નું શૂટીંગ, સોનાક્ષી સિન્હા ફરી જોવા મળશે સલમાન સાથે

મુંબઇ, દબંગ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુકેલી અભિનેત્રી સોનાક્ષી વધુ કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. તેને સલમાન ખાન સાથેની દબંગ-૩ ફિલ્મ પણ હવે મળી ગઇ છે. સલમાન ખાન ભારત ફિલ્મ માટે શુટિંગ પૂર્ણ કર્યા બાદ આ ફિલ્મમાં વ્યસ્ત થનાર છે. દબંગ 3 માટે સોનાક્ષી સિન્હાએ કહ્યું કે […]

Uncategorized
Untitled 2 એપ્રિલમાં શરૂ થશે દબંગ 3નું શૂટીંગ, સોનાક્ષી સિન્હા ફરી જોવા મળશે સલમાન સાથે

મુંબઇ,

દબંગ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુકેલી અભિનેત્રી સોનાક્ષી વધુ કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. તેને સલમાન ખાન સાથેની દબંગ-૩ ફિલ્મ પણ હવે મળી ગઇ છે. સલમાન ખાન ભારત ફિલ્મ માટે શુટિંગ પૂર્ણ કર્યા બાદ આ ફિલ્મમાં વ્યસ્ત થનાર છે.

દબંગ 3 માટે સોનાક્ષી સિન્હાએ કહ્યું કે આ ફિલ્મને લઇને મને ખુબ જ ઉત્સાહ છે કેમ કે મારી કરિયરની શરૂઆત દબંગથી થઇ હતી.અમે ઝડપથી આ મુવીનું શુટીંગ શરૂ કરી રહ્યાં છીએ.

દબંગ 3નું શૂટીંગ એપ્રિલમાં શરૂ થશે અને 100 દિવસમાં પુરૂ કરાશે.પ્રભુ દેવાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનો પ્રોડ્યુસરક અરબાઝ ખાન છે.

પ્રભુદેવાએ કહ્યું કે ફિલ્મની પટકથા લખાઇ ગઇ છે.દબંગ 3માં કોમેડી, ઇમોશન, એક્શન અને ડ્રામા…એમ બધુ જ છે.આ ફિલ્મ સલમાન ખાનના ચાહકો માટે ખાસ બનાવવામાં આવી છે.

હોલીવુડમાં કામ નહીં કરૂ : સોનાક્ષી

સલમાન અને સોનાક્ષી સિન્હાની જાડીની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. તે બોલિવુડની પોતાની ફિલ્મોથી ખુશ છે. તેની હોલિવુડની ફિલ્મોમાં કામ કરવાની કોઇ યોજના નથી. 31 વર્ષીય સોનાક્ષીએ કહ્યુ છે કે તે અહીં ખુબ ખુશ અને સંતુષ્ટ છે. જેથી બહારની ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક નથી.

બોલિવુડમાં નવી નવી અભિનેત્રી વચ્ચે ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધાને લઇને સોનાક્ષી ચિંતિત નથી. જો કે તેની પાસે પણ હાલમાં ઓછી ફિલ્મો હાથમાં આવી રહી છે. બોલિવુડના નિર્માતા નિર્દેશકો મોટા ભાગે નવા કલાકારોને લઇને ફિલ્મો બનાવી રહ્યા છે. નવી નવી અભિનેત્રી બોલિવુડમાં દરરોજ પ્રવેશી રહી છે. સોનાક્ષીએ પોતાની કેરિયરની શરૂઆત સલમાન ખાન સાથે દબંગ મારફતે કરી હતી. હાલમાં તેન પાસે અન્ય ફિલ્મો પણ છે. દબંગ 3 માં કન્નડ સુપર સ્ટાર સુદીપ તમને વિલન તરીકે જોવા મળશે.